અમદાવાદના સલીમ શેખે 3,200 ખીલીઓથી PM મોદીની કલાકૃતિ બનાવી

PC: PIB

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ફક્ત બે પ્રદેશોના બાંધવોનો જ સંગમ નથી પરંતુ બે પ્રદેશોની કલા અને સંસ્કૃતિનો પણ અનોખો સંગમ છે. સોમનાથ સાગર દર્શનના પથિકા પરિસરમાં યોજાઈ રહેલા ઉત્સવમાં ગુજરાત અને તમિલનાડુના 65 કલાકારો-કારીગરોની કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ શરુ રહ્યું છે. આ પ્રદર્શનમાં અમદાવાદના કલાકાર સલીમ શેખે 3,200 ખીલીઓમાંથી તૈયાર કરેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પેન્સિલ અને દિવાસળીની કલાકૃતિ તૈયાર કરવાં માટે જાણીતા સલીમ શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી છે.

તેમણે જણાવ્યુ કે, મેં ક્યાંયથી પણ કલાની તાલીમ મેળવી નથી. હું જાતે જ અવનવી કલાકૃતિઓ બનાવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કૃતિ તૈયાર કરતા મને 22 દિવસ જેટલો સમય થયો હતો. આ કૃતિ દ્વારા હું મારી કલા તેમને સમર્પિત કરુ છું.'

સલીમ શેખે પેન્સિલમાં કોતરણી કરીને બિલોરી કાચમાંથી જ જોઈ શકાય તેવી લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની છબી પણ તૈયાર કરી છે, જે આ પ્રદર્શનમાં નિહાળી શકાય છે. અહીં આવતા મુલાકાતીઓમાં આ કૃતિ સાથે સેલ્ફી લેવાનું આકર્ષણ જોવાં મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp