તાનારીરી ફેસ્ટીવલનો થયો પ્રારંભ, જાણો આ વર્ષે કોને કોને મળશે તાનારીરી એવોર્ડ

PC: dainikbhaskar.com

વડનગરમાં આવેલા શર્મિષ્ઠા તળાવનું નામ નરસિંહ મહેતાની દિકરીની દિકરીના નામ ઉપરથી પાડવામાં આવેલું છે. અને શર્મિષ્ઠાની દીકરીઓ એટલે તાનારીરી કે જેણે પોતાનું જીવન સંગીતને સમર્પિત કર્યું હતું તેમજ પ્રતિજ્ઞા લીધી હતી કે ક્યારેય તે પોતાના ગામની બહાર નહિ ગાય પરંતુ સંજોગો એવા ઉભા થતાં પોતાની પ્રતિજ્ઞાએ અડેલી બંને બહેનોએ ગામની બહાર આવેલ કૂવામાં મોતને વહાલુ કર્યું હતું. આજે પણ સંગીતની શરૂઆત તાનારીરીના શૂરથી કરાય છે.

ભૂતકાળમાં વડનગર ચમત્કારપૂર, આર્નતપૂર, આનંસપૂર, વૃદ્ઘનગર જેવા નામોથી સમયાંતરે ઓળખાતું હતું. વિદ્યા, કલા, સાહિત્ય. સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, વાણિજય અને ઉદ્યોગો માટે આ નગર પ્રખ્યાત હતું. આ નગરની સાથે ઘણી લોકવાયકાઓ જોડાયેલી છે જેમાં શર્મિષ્ઠા તળાવ, નરસિંહ મહેતા અને તાના-રીરીની લોકવાયકાઓ વધારે જાણીતી છે. વડનગરમાં શર્મિષ્ઠા તળાવ મધ્યમાં આવેલું છે અને આ તળાવની આસપાસ ખોદકામ કરતાં માટીના વાસણો, કાપડના અવશેષ, ઘરેણા, હથિયારો વગેરે મળી આવ્યા છે.

શનિવારની ઢળતી સંધ્યાએ વડનગરના પ્રાંગણમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કલાકારોની હાજરીમાં મંગલદીપ પ્રગટાવીને બે દિવસીય તાનારીરી મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. ત્યાર બાદ નૃત્યકલા કેન્દ્ર અમદાવાદ અને કલાગુરુ મહેશ્વરી નાગરાજમ દ્વારા પ્રાર્થના અને ભરતનાટયમ સમૂહનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદના સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકના બાળકો દ્વારા સમૂહ સિતાર અને સંતૂર વાદન તેમજ તબલાવાદન કરવામાં આવ્યું હતું. જ્યારે પંડિત વિશ્વમોહન ભટ્ટે મોહનવીણા, વિદુષી પિયુબેન સરખેલે ગાયન, સલીલ ભટ્ટે સાત્વિકવીણા અને હિમાંશુ મહંતે તબલાં તેમજ સાયલી તલવાલકરે ગાયકી રજૂ કરી દર્શકોને સંગીતની દુનિયામાં ડુબાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp