ભાજપની ચિંતન શિબિર: કઇ બાબતમાં થયું ચિંતન અને શેની કરાઇ ચિંતા

PC: indianexpress.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવા જઈ રહી છે, ભાજપ સહિતની તમામ રાજકીય પાર્ટી ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. આ અનુસંધાને ભારતીય જનતા પાર્ટી (BJP)એ બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું, જે હવે પૂરી થઈ ચૂકી છે. રિપોર્ટ્સ મુજબ, બે દિવસમાં ભાજપે રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP)ને આગળ વધતી રોકવાને લઈને આદિવાસી સીટો પર ચર્ચા કરી. સાથે જ એ પણ જાણકારી આપવામાં આવી કે, પાર્ટી આ વખત 2017મા ગુમાવેલી સીટો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

રાજ્યમાં વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. સોમવારે પૂરી થયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામેલ હતા. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે આ દરમિયાન ચાર કે તેનાથી વધારે વખત ચૂંટણી પડી ચૂકેલા ઉમેદવારોને ટિકિટ ન આપવા પર પણ ચર્ચા કરવામાં આવી.

ભાજપના એક પદાધિકારીએ જણાવ્યું કે, ‘આમ આદમી પાર્ટી’ ગુજરાતમાં માર્ગ તૈયાર કરી રહી છે અને તેને રોકવી જરૂરી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યની સરકારી શાળા અને હૉસ્પિટલના મુદ્દે ભાજપ પર નિશાનો સાધી રહ્યા છે.

આ દાવાઓને કઈ રીતે પહોંચીવળવું, તેના પર ચર્ચા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ પણ રાજનીતિમાં આવવાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. અધિકારીઓએ કહ્યું કે, જ્યાં સુધી એ નક્કી થઈ જતું નથી કે તેઓ કઈ પાર્ટીમાં સામેલ થશે, પાર્ટી કાર્યકર્તા અને નેતાઓને સાર્વજનિક રીતે નરેશ પટેલને લઈને ચર્ચા ન કરવી જોઈએ. તેમણે આગળ જણાવ્યું કે ભાજપે 182માથી 150 સીટ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.

ચૂંટણી રણનીતિ તરીકે પાર્ટીએ આ વખત આદિવાસી બેલ્ટ પર ધ્યાન લગાવવાનો નિર્ણય લીધો છે, જ્યાં અનુસૂચિત જાતિ માટે 27 સીટ અનામત છે. તેને કોંગ્રેસનું મજબૂત ગઢ માનવામાં આવે છે. અહીં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 સીટ જીતી હતી, જ્યારે ભાજપના ખાતામાં 9 સીટ આવી હતી તો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી ચૂકેલી ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ને 1 સીટ મળી હતી અને અને 1 અપક્ષ ઉમેદવારે જીતી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતનાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ભાજપ એ સીટો પર વધારે ધ્યાન આપશે, જેના પર પાર્ટીને વર્ષ 2017ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અમે મોટા અંતર સાથે જીત સુનિશ્ચિત કરવાનો પણ પ્રયત્ન કરીશું અને વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરી દઇશું. રાજ્યમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે. વર્ષ 2017મા ભાજપને 99 સીટ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp