અસદુદ્દીન ઓવૈસી અયોધ્યા ચૂકાદા પર ભડક્યા, જાણો શુું કહ્યું

PC: dnaindia.com

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય આવ્યા પછી AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું, સુન્ની વક્ફ બોર્ડની જેમ જ અમે પણ કોર્ટના નિર્ણયથી ખુશ નથી. જેમણે બાબરી મસ્જિદ તોડી, તેમને ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

તેમણે કહ્યું, જો મસ્જિદ ત્યાં જ રહે તો કોર્ટ શું નિર્ણય લેતે. આ કાયદાની વિરુદ્ધ છે. બાબરી મસ્જિદ જો તોડવામાં નહિ આવતે તો નિર્ણય શું આવતે. અમને ભારતના બંધારણ પર ભરોસો છે. અમે પોતાના અધિકારો માટે લડી રહ્યા હતાં. 5 એકર જમીનની ખેરાતની જરૂર નથી. મુસ્લિમ ગરીબ છે, પણ મસ્જિદ બનાવવા માટે અને પૈસા એકત્રિત કરી શકીએ છે.

ઓવૈસીએ કહ્યું, અમારે 5 એકર જમીનની ઓફરને ફગાવી દેવી જોઈએ. આ દેશ હવે હિંદુ રાષ્ટ્રના માર્ગે જઈ રહ્યો છે. RSSએ અયોધ્યાથી આની શરૂઆત કરી છે અને NRC, સીટિઝન બિલ દ્વારા તેને પૂરો કરવામાં આવશે.

તેમણે કહ્યું, RSS અને કોંગ્રેસના કાવતરાને કારણે બાબરીનો વિધ્વંસ કરવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટને દગો આપવામાં આવ્યો હતો. મસ્જિદ વિશે કોઈ સોદો કરી શકાય નહિ. હું મારા ઘરનો સોદો કરી શકુ છું પણ મસ્જિદની જમીનનો સોદો નહિ કરી શકું.

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજોની બેંચે નિર્ણય સંભળાવી દીધો છે. અયોધ્યા ચુકાદામાં મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે 5 એકરની અલગથી જમીનની ફાળવણી કરવામાં આવશે. મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવશે. 5 જજોની સંમતિથી અયોધ્યા વિવાદનો નિર્ણય લેવામાં આવ્યો.

સાથે જ કોર્ટે ચોખવટ કરી કે નિર્ણય કાયદાના આધારે જ આપવામાં આવશે.

જોકે, સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું, તેઓ આ મામલે પુર્નવિચાર માટે અરજી દાખલ કરશે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp