અયોધ્યા ચૂકાદા પછી બાબા રામદેવ બોલ્યા- ભવ્ય મંદિર બનાવીશું અને મસ્જિદ..

PC: dnaindia.com

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયા પછી તમામ હિંદુ ધર્મગુરુઓએ નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ મામલે યોગગુરુ બાબા રામદેવનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, હિંદૂ ભાઈઓએ મુસ્લિમો માટે મસ્જિદ બનાવવાના નિર્માણમાં મદદ કરવી જોઈએ.

રામદેવે કહ્યું, કોર્ટનો નિર્ણય આવી ગયો છે, હવે અયોધ્યામાં ભવ્ય મંદિર બનશે. પણ આપણે એવું નથી કરવાનું જેના કારણે કોઈ સમાજમાં ભય અને આક્રોશની ભાવના પેદા થાય. આપણે આ મર્યાદાઓનું પાલન કરવું જોઈએ, જે મર્યાદાઓમાં રહીને સ્વયં પોતે ભગવાન શ્રીરામ જીવ્યા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસચાલક મોહન ભાગવતે અયોધ્યા પર આવેલા ફેંસલા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે ન્યાય દેનારા નિર્ણયનું સ્વાગત છે.

મોહન ભાગવતે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ તરફથી દેશની જનભાવન અને આસ્થાને ન્યાય દેનારા ફેંસલાનું સંઘ સ્વાગત કરે છે. આ લાંબી પ્રક્રિયામાં રામ જન્મભૂમિથી સંબંધિત તમામ પક્ષોને ધૈર્યથી સાંભળવામાં આવ્યા હતા. તમામ પક્ષોના વકીલોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને બલિદાન આપનારા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકાર અને સામાન્ય લોકો તરફથી કરવામાં આવેલા પ્રયાસોને અભિનંદન કરીએ છીએ. જય અને પરાજયની દૃષ્ટિએ આ ફેંસલાને ન જોવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, જૂની વાતોને ભૂલીને મળીને મંદિર નિર્માણનું કાર્ય કરાવવામાં આવે. કોર્ટે મસ્જિદ નિર્માણને લઇને જે વાત કહી છે, તે જમીન સરકારને આપવાની છે. સરકાર એ વાત નક્કી કરશે તેમને ક્યા જમીન આપવાની છે. જે રીતે કોર્ટનો નિર્ણય સ્પષ્ટ છે, તેવી જ રીતે મારું સ્ટેટમેન્ટ પણ સ્પષ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp