સ્માર્ટ સિટીના નામે રૂ. 2009 કરોડના કૌભાંડનો ભાજપના મેયર પર આરોપ

PC: SmartCityProject.com

સ્માર્ટસિટીના વડોદરાના ભાજપના મેયર ભરત ડાંગર દ્વારા રૂ.2009 કરોડથી વધુ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી કૌભાંડ કર્યું હોવાનો ગંભીર આરોપ મુકાતા ભાજપ હચમચી ગયો છે. આ અંગે અદાલતમાં ન્યાય માટે ધા ન નાંખવામાં આવે તે માટે કેવીએટ દાખલ કરવામાં આવી છે.

સ્માર્ટસિટીના નામે સમગ્ર સ્ટેશન વિસ્તારને ખાનગી કંપનીઓં ને આપી કરોડો નો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. વડોદરા મુનીસીપાલ કોર્પોરેસન સાથે વિશ્વાસઘાત કરી સામાન્ય સભા કે સ્ટેન્ડિંગ કમીટી જેવી ઉચ્ચ સતાધીશ સત્તાઓ ને અવગણી સ્માર્ટ સીટી માટે બનાવેલી SPV નામની ખાનગી કપની ઉભી કરી, GPMCACTના તમામ નિયમોનું ઉવ્લાન્ઘન કરી કરોડો રૂપિયાના કામો ખાનગી બિલ્ડરોને આપી ભ્રષ્ટાચાર કર્યો છે.

સ્માર્ટસિટીમાં ટ્રાન્સપોર્ટ હબના નામે “જન મહેલ” નામનું કોમર્સિયલ કોમ્પ્લેકસ બનાવી રૂ.1000 કરોડ નું કૌભાંડ થયું છે. શહેરને બિનજરૂરી એવી ફ્રી ઈન્ટરનેટ સર્વિસ આપવાના નાનામે છેતરપીંડી કરી કરોડોનો ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ અને અધિકારીઓએ મળીને કર્યો છે. શહેરને ફ્રી WI-FI આપવાના બહાને કીમતી જમીનો ટેલીફોનની ખાનગી કંપની ને ટાવર ઉભા કરવા આપીને નાગરિકોને પ્રતિદિન 50MB જે ઈન્ટરનેટ ડેટા મળશે જેમાંથી ૩૦ MB ડેટાતો લોગીન કરવામાં વપરાય છે, કોર્પોરેશનને ભાડાની આવકનું નુકસાન, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કીરને સાથે 250 કરોડ નું કૌભાંડ થયું હોવાનો આરોપ કોંગ્રેસ મૂક્યો છે.

નવી કંપનીના નામે વડોદરાકોર્પોરેશન સામે નવું નાનું કોર્પોરેશેન ઉભું કરી જેમાં ચૂંટાયેલા સભ્યો , સ્ટેન્ડિંગ કમિટીની તમામ સત્તા આ કંપની છીનવી લે જેનાથી જમીનની સાથે અલગ રૂ.2009 કરોડ થી વધારે રૂપિયાનું નુકસાન કોર્પોરેશેન ને થાય છે. SPV કંપનીની રચના કરી, કોઈ પણ અનુસંગિક કાર્યવાહી કર્યાવગર આ ટોળીદ્વારા હાજારોકરોડના કોન્ટ્રાક્ટ આપી કામગીરી શરુ કરીદીધી. SPV કપનીની  રચના ગેરકાયદેસર છે.અને GPMC એક્ટનું ઉલ્લઘન કરે છે. SPV નામની કંપની ઉભી કરી જે રીતે PPP નાધોરણે આ વિસ્તારને ખાનગી માલિકોને કરોડો રૂપિયામાં વેચી દઈ શહેરના નાગરિકોને તમામ સુવિધાઓ માટે તગડી ફી 35 થી 90 વર્ષ સુધી ઉઘરાવી લુંટશે.

જગ્યા ખાનગી કંપની કે બિલ્ડરોને આપી દેવાના બદલે આ પ્રોજેક્ટ કોર્પોરેશન જાતે કરે તો પ્રજન મફત સુવિધા અને કરોડો રૂપિયા નો ફાયદો થાય તેમ છે.

આ ભાજપ ના નેતાઓના અને અધિકારીઓ દ્વારાફેસબુક અને સોશીયલ મીડિયામાં સુંદર ફોટા મૂકીને પ્રજાને છેતરવાનો પ્રયાસ કર્યો છે તેને “વડોદરા જવાબ માંગે છે”.-મારું વડોદરા પાછુ આપોના નારા હેઠળ વડોદરાના પ્રજાજનોને જાગો વડોદરાના નામે જન જાગૃતિ અભિયાન કરવામાં આવશે. તેમ કોંગ્રેસના મહામંત્રી નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp