કપડવંજમાં ભાજપના ઉમેદવાર હારી ગયા, બળવાખોર જીતી ગયા

PC: sabrangindia.in

ભાજપના સત્તાવાર પ્રમુખ હારી ગયા અને બળવાખોર જીતી ગયા
ભાજપના આદેશનું ઉલ્લંઘન કરીને પક્ષના ઉમેદવાર વિરૃધ્ધ ઊભા રહીને કપડવંજ નગરપાલિકામાં ભાજપમાં ભાગલા પાડ્યા હોવાથી પ્રદેશ કક્ષાએ તેની ગંભીર નોંધ લઈને શિસ્તભંગના પગલાં ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કપડવંજ નગરપાલિકામાં ભાજપને બહુમતી મળેલી છે. કૂલ 28 સભ્યો માંથી 15 સભ્યો ભાજપના છે અને 13 અપક્ષ છે. ભાજપના જ ત્રણ ઉમેદવારોએ પ્રમુખ બનવા માટે ફોર્મ ભર્યું હતું.

ભાજપે સત્તાવાર ઉમેદવાર તરીકે રીન્કુ પટેલને મત આપવા માટે દરેક સભ્યને વ્હીપ આપ્યો હતો. પણ ભાજપમાંથી બળવો કરીને મંજુલાએ પણ પ્રમુખ પદની ઉમેદવારી કરી હતી. જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર હારી ગયા હતા અને બળવાખોર ઉમેદવાર જીતી ગયા હતા. આમ ભાજપમાં ઉપરથી આદેશ આવે છે જે લોક મતની વિરૃધ્ધ હોવાનું આ ઘટનાથી ફલીત થાય છે. ભાજપે જેમને પ્રમુખ બનાવવા માટે મત આપવાનું કહ્યું હતું તેને માંડ 5 મત મળ્યા હતા. જ્યારે બળવો કરીને ઉભેલા રીંકુને 21 મત મળ્યા હતા. આમ ભાજપમાં અસંતોષ જોવા મળે છે. પક્ષ મનમાની કરીને સ્થાનિક અવાજને જાણ્યા વગર ઉપરથી પ્રમુખ થોપી દે છે.
-------

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.