ભાજપના ધારાસભ્યનો વડોદરા મ્યુનિસિપલ કમિશનર પર ગંભીર આરોપ

PC: youtube.com

ભાજપ અને વહીવટી તંત્ર વચ્ચે નજીકનાં ભવિષ્યમાં ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે. વડોદરા ભાજપના ધારાસભ્ય દ્વારા વડોદરાની મ્યુનિસિપલ કમિશનર પર ગંભીર પ્રકારના આરોપ મૂક્તા ભારે હોબાળો મછી ગયો છે.

વડોદરાના માંજલપુરનાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. યોગેશ પટેલે Khabarchhe.com સાથે વાત કરતા કહ્યું કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે. તેમની સામે ગુજરાત સરકાર વિજિલન્સ તપાસ નીમે અને કાર્યવાહી કરે. જો મેં મૂકેલા આક્ષેપો ખોટા હોય તો હું રાજીનામું આપી દઈશ.

યોગેશ પટેલે વિશેષમાં કહ્યું કે વડોદરાના કમિશનર દ્વારા લોકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. વિનોદ રાવના વર્તનના કારણે વડોદરાના લોકોમાં ભયનું વાતવરણ ઉભું થયું છે. તેમણે એમ પણ કહ્યું કે અન્ય વિગતો ટીવી ચેનલો પર આપી છે.

અત્રે નોંધનીય છે કે ગતરાજ યોગેશ પટેલ ગાંધીનગરમાં હતા અને કેબિનેટની મીટીંગ ચાલી રહી હતી ત્યારે તેઓ સીએમ કાર્યાલયની બહાર ચક્કર મારતા નજરે પડ્યા હતા. આ પૂર્વે તેમણે સરકારમાં મંત્રીપદને લઈ પોતોની નારાજગી પણ વ્યક્ત કરી હતી. સિનિયર ધારાસભ્ય તરીકે યોગેશ પટેલે અન્યાય થતો હોવાની ફરીયાદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.