નાના શહેરોમાં રાજકીય દખલ ઘટશે, શું છે ગુજરાત સરકારનો પ્રોજેકટ?

PC: MoneyExcel.com

ત્રણ મહિનામાં રાજકીય દલાલો અને રાજકારણીઓનું વર્ચસ્વ સાવ ઘટી જશે. ગુજરાતના 162 નાના શહેરોમાં પ્રજા લક્ષી 52 સેવાઓ ત્રણ મહિનામાં ઓન લાઈન થઈ જશે. તેમ થતાં હાલ રાજકીય નેતાઓ, રાજકીય પક્ષો, અધિકારીઓ અને દલાલોની પાસે પ્રજાએ પોતાના કામ કરાવવા માટે જવું પડે છે તે હવેથી બંધ થશે. શહેરી વિકાસ વિભાગે 10 નગરપાલિકાઓને ઓન લાઈન કામ માટે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરી છે તેનો અમલ શરૂ કરી દેવાયો છે. જે માર્ચ સુધીમાં પૂરો કરી દેવાશે ત્યાર બાદ બાકીની તમામ નગરપાલિકાઓમાં 52 પ્રકારના કામ ઓન લાઈન કરી દેવામાં આવશે.

પહેલાં તમામ એટલે કે 162 નગરપાલિકાઓના ડેટા એન્ટ્રી કરી દેવી પડશે. ત્યાર પછી વેરો, જન્મ, મરણના દાખલા, બાંધકામની મંજૂરી, દુકાનોની નોંધણી, મકાન નોંધણી, પાણી-ગટર જોડાણ જેવી અનેક બાબતો માટે હાલ મ્યુનિસિપલ કરેચીએ જાતે જવું પડે છે અને નગર સેવક અને અધિકારીઓને બાઈસાહેબ બાપા કહેવા પડે છે તે બંધ થશે અને નેટ જોડાણ મેળવીને તેના આધારે જ કામ કરી શકાશે આમ થતાં રાજકારણનું પણ પ્રભુત્વ ઘટશે તેમ થતાં ભ્રષ્ટાચાર પણ ઘટાડી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.