આ મામલે આદિવાસી મહિલાઓની થઈ જીત

PC: thebetterindia.com

સુરત કમાવા જતાં તાપી જિલ્લાના આદિવાસીઓ સુરતની પીવાના પાણીની વ્યવસ્થા જોઈને વારંવાર સરકાર પર દબાણ લાવતાં હતા કે તેમને શુધ્ધ પીવાનું પણી આપવામાં આવે. મહિલાઓની વધુ વસ્તી ધરાવતાં તાપી જિલ્લાની આખરે જીત થઈ છે. આ જિલ્લાના તમામ ગામોના તમામ ઘરમાં શુધ્ધ પીવાના પાણીના નળ જોડાણો આપી દેવાયા છે. ગુજરાતનો આ પ્રથમ જિલ્લો બની ગયો છે કે જેના પ્રત્યેક કાચા કે પાકા ઘરમાં નળ હોય. આખરે મહિલાઓની જીત થઈ છે. સરકારને ફરજ પાડી છે. 1.74 લાખ ઘરો છે. જેમાં ખાલી ઘરો બાદ કરતાં 1.40 લાખ ઘરોમાં નળ જોડાણ આપી દેવાયા છે. આ જિલ્લો એવો છે કે અહીં પુરૂષો કરતાં મહિલાઓ વધારે છે. હવે મહિલાઓએ માથે બેડું લઈને નદીમાંથી પાણી ભરવા નથી જવું પડતું.

જિલ્લાની 90 ટકા ગ્રામ્ય વસ્તીનાં 523 ગામોમાં ડંકીથી પીવાનું પાણી મેળવાતું હતુ. હવે અહીં પાણી જન્ય રોગોમાં ઘટાડો થશે. જિલ્લાના કુલ 8 લાખ લોકોનું આરોગ્ય સુધરશે. ગુજરાત સરકાર અહીંની પ્રજા માટે પીવાના પણી માટે કોઈ ધ્યાન આપતી ન હતી. પણ પ્રજાએ વારંવાર આંદોલન કરીને ભાજપ સરકારને ફરજ પાડી છે. વર્ષનો સરેરાશ 1800 મી.મી. વરસાદ પડે છે અને તાપી, મિંઠોળા, પુર્ણા, અંબિકા, ઝાંખરી, કાટા, નેસુ એમ સાત નદીઓ હોવા છતાં પીવાના પાણીની કાયમ તંગી રહેતી આવી હતી. હવે આ સમસ્ય લોકોએ એક રહીને ઉકેલી છે.

નિઝર તાલુકામાં સૌથી વધુ 17 હજાર ઘરમાં નળ આવી ગયા છે. આવા કુલ સાત તાલુકા છે જેમાં કુકરમુન્ડા, ઉચ્છલ, સોનગઢ, વાલોડ, ડોલવણ, વ્યારાનો સમાવેશ થાય છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp