સુપ્રીમની હા બાદ પણ ગુજરાતમાં નહીં રીલિઝ થાય ‘પદ્માવત’, આ છે કારણ

PC: youtube.com

દેશભરમાં થઈ રહેલા ‘પદ્માવત’ના વિરોધ વચ્ચે સંજય લીલા ભણશાલીને બોલિવુડમાં ભલે અક્ષય કુમારથી મોટી રાહત મળી હોય અને સુપ્રીમ કોર્ટથી પણ તેમને રાહત મળી હોય, પરંતુ તેમની મુશ્કેલી ઓછી થાય તેવું લાગતું નથી. સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ‘પદ્માવત’ ફિલ્મ રીલિઝ કરવા માટે લીલી ઝંડી આપ્યા બાદ પણ ફિલ્મ ગુજરાતમાં રીલિઝ થાય તેવું લાગતું નથી, આનું કારણ છે ગુજરાતના સિનેમાઘરોના માલિકો.

ગુજરાતના મલ્ટીપ્લેક્સ એસોસિએશને રાજ્યમાં ‘પદ્માવત’ ફિલ્મન સ્ક્રીનિંગ ન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનના રાકેશ પટેલે જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ ફિલ્મની સ્ક્રીનિંગ ન કરવાનો નિર્ણય લીધો છે. બધા ડરેલા છે. મલ્ટીપ્લેક્સ નુકસાન નથી ઉઠાવવા માગતા. અમે નુકસાન ઉઠાવીએ જ શું કામ? ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહેલેથી જ ગુજરાતમાં ‘પદ્માવત’ની રીલિઝ પર રોક લગાવી હતી.

પરંતુ ફિલ્મના પ્રોડ્યૂસર દ્વારા કોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર સેન્સર બોર્ડના સર્ટિફિકેટ બાદ આવી રીતે ફિલ્મને રીલિઝ થતા ન અટકાવી શકે. તેના જવાબમાં કોર્ટ દ્વારા પ્રોડ્યૂસરના પક્ષમાં નિર્ણય આપવામાં આવ્યો હતો અને અભિવ્યક્તિની આઝાદી અંતર્ગત આ ફિલ્મ પર 4 રાજ્યોમાં લાગેલો પ્રતિબંધ ઉઠાવી લેવાનો ફેંસલો કરવામાં આવ્યો હતો. પરંતુ જે રીતે કરણી સેના વિરોધ કરી રહી છે અને જે રીતે ધમકીઓ આપી રહી છે, તે જોતા ગુજરાતના થિએટર માલિકો કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp