ચોમાસાની સંભવિત આપત્તિ સામે ગુજરાતનું વહીવટી તંત્ર સજ્જ

PC: khabarchhe.com

રાજ્યના મુખ્ય.સચિવે તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સી,, લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર્ સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેનું આગોતરૂ આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.

ગાંધીનગર ખાતે યોજાયેલી ‘‘ પ્રિમોનસુન પ્રિપેર્ડનેસ ’’ સંદર્ભની બેઠકના અધ્યક્ષસ્થાનેથી મુખ્યસચિવ જે.એન.સિંઘે જણાવ્યુ હતુ કે સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે રાહત-બચાવની કામગીરી કરી શકીશુ અને ઓછામાં ઓછું નૂકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકશે. તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થાપન પ્લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા જણાવ્યું છે. મુખ્યસચિવે રાજ્ય વહીવટીતંત્ર, કેન્દ્ર સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ વચ્ચેના અસરકારક સંકલન ઉપર પણ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં કેન્દ્રિય હવામાન વિભાગના ડિરેકટર જયંત સરકારે અલનીનો અને ઇન્ડિયન ઓસન ડાયપોલની સ્થિતિ અને આગામી ચોમાસા ઉપર તેની અસર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવામાન ખાતાના અત્યાઆર સુધીના અભ્યા.સ અનુસાર દેશભરમાં ૯૬ ટકા જેટલો સારો વરસાદ વરસશે. તેમણે એમ પણ જણાવ્યું  હતું કે કેરાલામાં ચોમાસુ બેસી ગયાના અહેવાલ છે અને ગુજરાતમાં ૧પ થી ર૦ જૂન આસપાસ વિધિવત ચોમાસાનો પ્રારંભ થશે.

આ બેઠકમાં રાહત બચાવ સંદર્ભે પણ વિસ્તૃંત ચર્ચા કરવામાં આવી હતી અને રાહત કમિશ્નરશ્રી મનીષ ભારદ્વાજે વિસ્તૃસત માહિતી આપી હતી. જિલ્લા  કક્ષાએ ફ્લડ કન્ટ્રોલ રૂમ કાર્યરત થવા ઉપરાંત રાજ્યમાં છ એનડીઆરએફની ટુકડી કાર્યરત છે. જેમાં એક ટીમ રાજકોટ, એક ટીમ સુરત અને ચાર ટીમ ગમે ત્યાીરે જરૂર પડે ત્યા રે રાહત-બચાવ કામગીરી માટે અદ્યતન સાધનો સાથે ખડેપગે ઓનવ્હીલ રાખવામાં આવી છે. ઉપરવાસના વિસ્તારોમાં ખાસ કરીને મહારાષ્ટ્રમધ્યપ્રદેશમાં વધુ વરસાદ સમયે સતર્કતા સંદર્ભે પગલાં ભરવા ઉપરાંત રાજ્યના તમામ વિભાગો દ્વારા આપત્તિ વ્યવસ્થાંપન પ્લાનને અદ્યતન કરાયો હોવાની માહિતી આપી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp