બિઝનેસ વધારવા ગિફ્ટ સિટીમાં રેગ્યુલેટરની નિમણૂક કરાશે

PC: google

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીની નિષ્ફળતાઓ ઢાંકવા માટે ઓથોરિટીએ આ સિટીમાં યુનિફાઇડ ફાયનાન્સિયલ રેગ્યુલેટરની નિયુક્તિ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયુક્તિ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.

યુનિફાઇડ રેગ્યુલેટરની નિમણૂકથી નાણાકીય સેવાઓ આપતી કંપનીઓ માટે બિઝનેસ કરવાનું સરળ બનશે. તેના નિયમ અન્ય વૈશ્વિક ફાઇનાન્શિયલ સેન્ટર્સની જેમ ઓફિસ શરૂ કરવા માટે સરળ બનાવાશે.

યુનિફાઇડ રેગ્યુલેટનો વિચાર સૌથી પહેલાં ગયા વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલે મૂક્યો હતો. સરકારે તેને સૂચન તરીકે લઈ વિવિધ રેગ્યુલેટર્સનો અભિપ્રાય મંગાવ્યો હતો. રેગ્યુલેટર્સે સંમતિ દર્શાવી હોવાથી હવે આખરી નિર્ણય સરકારે લેવાનો છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આરબીઆઇના ગવર્નરે ગિફ્ટ સિટી માટે એક જ રેગ્યુલેટર સાથે યુનિફાઇડ ફાઇનાન્શિયલ રેગ્યુલેટરી માળખું તૈયાર કરવાની હિમાયત કરી હતી. તેમના મતે આ પગલાને લીધે ગિફ્ટ સિટીમાં સક્રિય ફાઇનાન્શિયલ એન્ટિટીઝનું સુપરવિઝન અને નિયમન વધુ સારું બનાવી શકાશે.

તેમણે કહ્યું હતું કે, પ્રારંભિક તબક્કામાં બિઝનેસનું કદ નાનું હોય ત્યારે વ્યક્તિગત રેગ્યુલેટર્સ એન્ટિટીનું સુપરવિઝન કરી શકે, પણ યુનિફાઇડ રેગ્યુલેટર સમગ્ર ધ્યાન આઇએફએસસી પર કેન્દ્રિત કરી શકશે.

ગિફ્ટ સિટીમાં હાલ 11 બેન્ક અને 8 ઇન્શ્યોરન્સ કંપનીએ કામ શરૂ કર્યું છે. લગભગ 100 બ્રોકર્સ આ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટરમાં ઓફિસ શરૂ કરશે. સિટીમાં અત્યારે 7,500થી વધુ લોકો કામ કરે છે અને માર્ચ સુધીમાં આંકડો 9,000 થવાનો અંદાજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp