ગુજરાતના IPS ભગત-ગહેલોત અને શુકલ હમણાં કેન્દ્રમાં મોકલવા ઉપર બ્રેક કેમ વાગી?

PC: dnaindia.com

નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યાર બાદ ગુજરાતના એક ડઝન કરતા વધુ અધિકારીઓને તેઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન ઉપર લઈ ગયા છે. અગાઉ આઈપીએસ અધિકારી એ કે શર્મા અને રાકેશ અસ્થાનાને સીબીઆઈમાં ડેપ્યુટેશન ઉપર લઈ જવામાં આવ્યા છે, ત્યાર બાદ કેન્દ્ર સરકારે ગુજરાતના સિનિયર આઈપીએસ રાજીવ રંજનભગત અને અનુપમસિંહ ગહેલોતને સ્પેશીયલ પ્રોટેકશન ગ્રુપમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હો, તેવી જ રીતે ગુજરાત એટીએસના સુપ્રીટેન્ડન્ટ હિમાંશુ શુકલને ગુપ્તચર સંસ્થામાં રોમાં મુકવાનો આદેશ થયો હતો.

આ ત્રણે આઈપીએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં મોકલી આપવામા માટે ગુજરાત સરકારને સુચના પણ આપી દેવામાં આવી હતી, અને તે દિશામાં રજયના ગૃહ વિભાગે કાર્યવાહી પણ કરી હતી, પરંતુ ગજરાતના પ્રવર્તમાન રાજકિય સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ ત્રણે અધિકારીઓ ગુજરાતની રાજકિય સ્થિતિથી સારી રીતે વાકેફ છે, અગાઉ અમદાવાદમાં પાટીદાર આંદોલન થયુ ત્યારે રાજીવ રંજન અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર હતા, આ ઉપરાંત હાલમાં રોજકોટમાં પાટીદારોની સંખ્યા વિશેષ અને અનુપમસિંહ ગહેલોત રાજકોટ પોલીસ કમિશનર છે.

જયારે એટીએસના એસપી હિમાંશુ શુકલ રાજયની અનેક મુશ્કેલીમાં ડેમેજ કંટ્રોલરની ભુમીકા આદા કરી ચુકયા છે. આ સંજોગોાં જયારે સામે વિધાનસભાની ચુંટણી છે ત્યારે ચુટણી બાદ જ તેમને કેન્દ્ર સરકારમાં મોકલવા જોઈએ, તેના કારણે હાલ પુરતા આ ત્રણે અધિકારીઓને કેન્દ્રમાં જવાની વાતને બ્રેક વાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp