શેરબજારમાં તેજી આવી ગઈ, આ સેક્ટરના શેરોમાં ધ્યાન રાખી શકો

મંગળવારે જ્યારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 રજૂ કર્યુ ત્યારથી ગુરુવાર સુધી શેરબજાર સતત ઘટતું રહ્યું હતું, પરંતુ સપ્તાહના અંતિમ દિવસે એટલે કે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો.

BSE સેન્સેક્સ્ 1292 પોઇન્ટ વધીને 81332 અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનો નિફ્ટી 428 પોઇન્ટ વધીને 24934 પર બંધ રહ્યા. શુક્રવારે BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો વધવા તરફી રહ્યા હતા.

બજારના જાણકારોનું કહેવું છે કે, મંગળવારે ટેક્સ બાબતે શેરબજારના લોકોમાં નારાજગી હતી એટલે બજાર ઘટવા તરફી રહ્યું હતું, પરંતુ શુક્રવારે બજારનો મૂડ બદલાયો એટલે બજાર ઉછળી ગયું. આમ બીજા કોઇ મેજર કારણો નથી.

રોકાણકારો ઓટો સેક્ટરની કંપનીઓમાં જે હજુ વધ્યા નથી તેવા શેરો પર ધ્યાન રાખવું જોઇએ, ઉપરાંત પાવર સેક્રટરમાં સોલાર કંપનીઓ સાથે સંબંધિત કંપનીઓમાં રોકાણ કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp