બેંક લોકરમાં રાખેલા 18 લાખ રૂપિયા પર ઉધઇ લાગી ગઇ, શું ગ્રાહકને વળતર મળશે?
ઉત્તર પ્રદેશથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જે તમને કામ લાગી શકે છે. જો તમે લોકરમાં રોકડ રૂપિયા રાખ્યા હોય અને તમે જ્યારે રૂપિયા કાઢવા જાવ ત્યારે એ રૂપિયા પર ઉધઇ લાગી ગઇ હોય અને તમારા રૂપિયા નકામા થઇ જાય તો શું થાય? તો તમને એ માહિતી આપીશું કે તમને વળતર મળે કે નહીં. બેંકોના નિયમો શું છે?
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રહેતા અલકા પાઠકે પોતાની દીકરીના લગ્નમાં જરૂર પડશે એવી ધારણાએ ઓક્ટોબર 2022માં બેંક ઓફ બરોડાના બેંક લોકરમાં 18 લાખ રૂપિયા મુકી રાખ્યા હતા.પરંતુ જ્યારે અલકા પાઠકને લોકર એગ્રીમેન્ટ રીન્યુ કરવા અને જાણકારી જમા કરવા માટે બેંકમાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે અલકાએ લોકર ખોલ્યુ તો તેના હોંશ ઉડી ગયા હતા. બધી નોટો રાખ થઇ ગઇ હતી, કારણકે ઉધઇએ ચલણી નોટ સાફ કરી નાંખી હતી.
બેંક ઓફ બરોડાના લોકર એગ્રીમેન્ટમાં એવો નિયમ છે કે લોકરના ઉપયોગ કરવાનું લાયસન્સ કાયદેસર હેતુઓ જેમ કે ઘરેણાં અથવા દસ્તાવેજો રાખવા માટે છે. પરંતુ રોકડા રૂપિયા કે કરન્સી સ્ટોરેજ માટે નથી.
બેંકની વેબસાઇટમાં જણાવ્યા મુજબ, ચોરી, ઘરફોડ ચોરી અથવા લૂંટ જેવા સંજોગોમાં લોકરને નુકશાન થાય તો બેંક જવાબદાર ગણાશે. એમાં કહેવામાં આવ્યું છે કે, હાલના સેફ ડિપોઝિટ લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા ભાડા ચૂકવવા માટે બેંક જવાબદાર રહેશે. આ વળતર આગ, મકાન ધરાશાયી અથવા છેતરપિંડીના કિસ્સામાં પણ લાગુ પડે છે.
બેંક લોકરના આ તમામ નિયમો તમારે જાણવા જેવા છે જેથી તમે કોઇ ગેરમસજ હોય તો દુર થશે.
જો બેંકની બેદરકારી, લોકરની સામગ્રીની ચોરી, આગ કે કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો બેંકે ગ્રાહકને વળતર તરીકે લોકરનું 100 ગણું ભાડું ચૂકવવું પડશે. એટલે કે જો તમારા લોકરનું ભાડું 2 હજાર રૂપિયા પ્રતિ વર્ષ છે તો વળતર 2 લાખ રૂપિયા થશે.
બેંક લોકરના ભાડાના 100 ગણા એ સાંભળીને મોટું લાગે, પરંતુ મોટા ભાગના કેસોમાં લોકરમાં જે સામાન રાખ્યો હોય તેના કરતા 100 ગણાં ભાડાંની રકમ ઓછી હોય છે, એવા સંજોગોમાં 2 વિકલ્પ હોય છે.
એક, કાં તો તમે લોકરને બદલે જ્વેલરીનો સીધો વીમો મેળવો છો અથવા તો કેટલીક બેંકો છે જે બેંક લોકરનો પણ વીમો કરાવે છે.આમ કરવાથી તમને ઓછું નુકસાન થશે.
એક્ટ ઓફ ગોડ અથવા કુદરતી આફતો જેમ કે ભૂંકપ, રેલના સંજોગામાં બેંક વળતર નહીં આપશે, પરંતુ બેંકોએ લોકરને સુરક્ષિત રાખવા માટે પુરતી વ્યવસ્થા કરવી પડશે.
લોકરમાં બેંકોએ CCTV રાખવા પડે છે. CCTVના ફુટેજ 180 દિવસ એટલે કે 6 મહિના સુધી ડિલીટ કરી શકાતા નથી.
એન્ટ્રી અને એક્ઝિટ દરવાજો પણ એક જ હોવો જોઇએ.
બેંકને ટર્મ ડિપોઝિટ લેવાનો અધિકાર છે, એટલે કે, તે ત્રણ વર્ષની એડવાન્સ ડિપોઝિટ લઈ શકે છે. તેથી, જો કોઈ વ્યક્તિ 3 વર્ષ સુધી ભાડું ચૂકવતું નથી, તો બેંક ટર્મ ડિપોઝિટ જપ્ત કરી શકે છે. લોકર પણ ખોલી શકે છે. પરંતુ આ માટે બેંકે તેના ગ્રાહકને નોટિસ, મેસેજ, ઈમેલ મોકલવો પડશે અને અખબારમાં જાહેર સૂચના પણ પ્રસિદ્ધ કરવી પડશે.
જો તમે લોકરનો લાંબા સમય સુધી ઉપયોગ કરતા નથી તો બેંક તમારું લોકર ઓપન કરી શકે છે, એનો પિરિયડ છે 7 વર્ષનો. એટલે તમારા લોકરનો વર્ષમાં એકવાર ઉપયોગ કરવો જોઇએ.
લોકર બે લોકો ભેગા થઇને પણ લઇ શકે છે.
લોકરમાં રાખેલા સામાનને જો ગ્રાહક કોઇ નુકશાન પહોંચાડે તો બેંક વળતર નહીં આપશે.
જો તમારી લોકરની ચાવી ગુમ થઇ જાય તો વેરિફિકેશન પ્રોસેસ અને કેટલોક ચાર્જ વસુલ કરીને તમે ફરી લોકર ઓપરેટ કરી શકો છો.
નોમિનેશન ફોર્મ ભરવું જરૂરી છે. નોમિનેશન ન હોય તો તમારા કાયદાકીય વારસદારને લોકરનો સામાન સોંપી દેવામાં આવશે.
તમે લોકરમાં તમારી મરજી મુજબનો સામાન મુકી શકતા નથી. માત્ર ઘરેણાં, દસ્તાવેજો, વીમા પોલીસી, બોન્ડ, પ્રોપર્ટીના દસ્તાવેજા કે જરૂરી સર્ટિફિકેટ રાખી શકો. બંદુક, પિસ્તોલ જેવી વસ્તુઓ ન રાખી શકો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp