ડિઝાઈનર ઇયરિંગ્સમાં નહીં દેખાય એર ઈન્ડિયાની હોસ્ટેસ, ચાંદલાની સાઇઝ-બંગડી પણ...

PC: airindiaexpress.in

એર ઈન્ડિયાએ કેબિન અટેન્ડન્ટ માટે ગ્રૂમિંગ ગાઇડલાઈન્સ જાહેર કરી છે. તેમા ચાંદલાની સાઇઝથી લઈને બંગડીની સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, ચાંદલાની સાઇઝ 0.5 cm કરતા વધુ ના હોવી જોઈએ. એક કરતા વધુ બંગડી પહેરવાની પણ પરવાનગી નથી. મેલ ક્રૂની હેરસ્ટાઈલનો પણ ગાઇડલાઇનમાં ઉલ્લેખ છે.

રિપોર્ટ અનુસાર, એર ઈન્ડિયાએ ગ્રૂમિંગ ગાઇડલાઇન્સમાં મેલ ક્રૂના એ મેમ્બર્સને જેમના વાળ ઓછાં છે અથવા જેમની ટાલ છે, તેમને ક્લીન શેવ્ડ માથા એટલે કે બાલ્ડ લુક રાખવા માટે કહેવામાં આવ્યું છે. આવા ક્રૂ મેમ્બર્સને પોતાના માથાને રોજ શેવ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. તેમજ, ક્રૂ મેમ્બર વિખરાયેલા વાળ અથવા લાંબા વાળવાળી હેરસ્ટાઇલ પણ ના રાખી શકશે. ફીમેલ ક્રૂ મેમ્બર્સને પર્લ ઈયરિંગ્સ એટલે કે મોતીની બુટ્ટી પહેરવાની પરવાનગી નથી. ચાંદલો ઓપ્શનલ છે પરંતુ, તેની સાઇઝ 0.5 cm કરતા વધુ ના હોવી જોઈએ. વુમન ક્રૂ હાથમાં માત્ર એક બંગડી પહેરી શકે છે પરંતુ, બંગડીમાં કોઈ ડિઝાઇન કે સ્ટોન ના હોવો જોઈએ.

આ ઉપરાંત, વુમન ક્રૂ વાળને બાંધવા માટે હાઇ ટોપ નોટ અને લો બન્સ સ્ટાઇલનો ઉપયોગ ના કરી શકે. ફીમેલ ક્રૂ કોઇપણ પ્રકારની ડિઝાઇનવાળી માત્ર ગોલ્ડ અને ડાયમંડની રાઉન્ડ શેપ્ડ ઇયરિંગ્સ પહેરી શકે છે. સાડી અને ઈન્ડો-વેસ્ટર્ન વેર બંનેની સાથે ટોન સાથે મેચ થતો શિયર કાલ્ફ લેન્થ સ્ટોકિંગ્સ પણ અનિવાર્ય છે. તેમજ બંને હાથમાં માત્ર એક-એક રિંગ પહેરવાની પરવાનગી છે પરંતુ, તેમા શરત એ છે કે વીંટી 1cm કરતા વધુ પહોળી ના હોવી જોઈએ. આ ઉપરાંત, ફીમેલ ક્રૂ મેમ્બર્સને માત્ર ચાર બોબી પિન યુઝ કરવાની પરવાનગી આપવામાં આવી છે. મહેંદી લગાવવાની પણ પરવાનગી નથી.

ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, કાંડા, ગરદન અને એન્કલ પર ધાર્મિક અથવા કાળા દોરા બાંધવાની પરવાનગી નથી. આ ઉપરાંત, ક્રૂને પબ્લિક એરિયામાં પ્લાસ્ટિક બેગ અથવા શોપિંગ બેગ લઈ જવાની પણ પરવાનગી નથી. ક્રૂ મેમ્બર્સને આઇશેડો, લિપસ્ટિક, નેલપેન્ટ અને હેર શેડ કાર્ડ્સને યુનિફોર્મ અનુસાર યુઝ કરવા માટે કહેવામાં આવ્યું છે. ગ્રે હેરવાળા ક્રૂ મેમ્બર્સને નેચરલ બ્લેક શેડનો યુઝ કરવા માટે કહેવામાં આવ્યું છે. એર ઈન્ડિયાએ એક મહિના પહેલા ગાઇડલાઇન્સનું એક લાંબુ લિસ્ટ જાહેર કર્યું હતું. જોકે, હવે વધુ એક ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમા યુનિફોર્મ ગાઇડલાઇન્સમાં જરૂરી બદલાવોને હાઇલાઇટ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp