HDFC સહિત આ 4 બેંકોમાં ફિક્સ ડિપોઝિટ(FD) પર પહેલાથી વધારે વ્યાજ, ચેક કરો નવા દર

PC: dnaindia.com

આજે તમે ફિક્સ ડિપોઝિટ (FD) કરવા માગો છો તો હાલના દિવસોમાં મોટી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આવો તો આ આર્ટિકલમાં જાણીએ કઈ બેંકમાં FD રાખવા પર વધારે વ્યાજ મળી રહ્યું છે.

HDFC બેંક FD રેટ:

ગત અઠવાડિયે દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં બદલાવ કર્યો છે. હવે ગ્રાહકોને HDFC બેંકમાં FD પર વધારે વ્યાજ મળશે. ગ્રાહકોને આ વ્યાજનો લાભ 1 ડિસેમ્બર 2021થી જ મળી રહ્યો છે. બેંકે પોતાના વ્યાજ દરોમાં 10 બેઝિસ પોઈન્ટ સુધી જાહેરાત કરી હતી.

7-14 દિવસ માટે: 2.50 ટકા

15-29 દિવસ માટે: 2.50 ટકા

30-45 દિવસ માટે: 3.00 ટકા

46-60 દિવસ માટે: 3.00 ટકા

61-90 દિવસ માટે: 3:00 ટકા

91 દિવસથી 6 મહિના માટે: 3.50 ટકા

6 મહિના 1 દિવસથી 9 મહિના માટે: 4.40 ટકા

1 વર્ષની અવધિ માટે: 4:90 ટકા

1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ માટે: 5.00 ટકા

2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ સુધી: 5.15 ટકા

3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ સુધી: 5.35 ટકા

5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધી 5.50 ટકા

HDFC બેંક 5 વર્ષથી 10 વર્ષની અવધિ પર FD કરાવવા પર સામાન્ય સ્થિતિમાં 5.50 ટકા અને વરિષ્ઠ નાગરિક રહેવા પર 6.25 ટકા વ્યાજ આપે છે.

ICICI બેંક FD રેટ:

ICICI બેંકમાં FD પર આકર્ષક વ્યાજ મળી રહ્યું છે. ICICI બેંકમાં એક વર્ષની FD પર 4.90 ટકા વ્યાજ, 2 વર્ષની FD પર 5 ટકા વ્યાજ, 3 વર્ષની FD પર 5.20 ટકા, 5 વર્ષની FD પર 5.40 ટકા વ્યાજ મળશે. તો 5 વર્ષથી 10 વર્ષની અવધિ સુધી બેંકમાં FD કરાવવા પર તમને સામાન્ય સ્થિતિમાં 5.60 ટકા અને વરિષ્ઠ નાગરિકની શ્રેણી હોવા પર 6.30 ટકા વ્યાજ દરનો ફાયદો મળશે.

SBI બેંક FD રેટ:

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI પણ FD પર ખૂબ આકર્ષક વ્યાજ ઓફર કરે છે. SBIમાં એક વર્ષથી 2 વર્ષ માટે FD કરાવવા પર સામાન્ય સ્થિતિમાં 5 ટકા અને વરિષ્ઠ નાગરિક શ્રેણી હોવા પર 5.50 ટકા વ્યાજ દરનો ફાયદો મળે છે. 2 વર્ષથી 3 વર્ષ માટે FD કરાવવા પર સામાન્ય સ્થિતિમાં 5.10 ટકા અને સીનિયર સિટિઝનને 5.60 ટકા વ્યાજ મળે છે. તો 5 વર્ષથી 10 વર્ષની અવધિ સુધી આ બેંકમાં FD કરાવવા પર તમને સામાન્ય સ્થિતિમાં 5.40 ટકા અને વરિષ્ઠ નાગરિકની શ્રેણીમાં હોવા પર 6.20 ટકા વ્યાજ દરનો ફાયદો મળશે.

AXIS બેંક FD રેટ:

AXIS બેંકમાં પણ FD પર આકર્ષક વ્યાજ મળી રહ્યું છે. AXIS બેંકમાં HDFC અને ICICI બેંકની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. એક વર્ષની FD પર 5.25 ટકા વ્યાજ, 2 વર્ષની FD પર 5.25 ટકા, 3 વર્ષની FD પર 5.25 ટકા, 5 વર્ષની FD પર 5.75 ટકા વ્યાજ મળશે. પ્રાઇવેટ સેક્ટરની એક્સિક બેંકે 10 નવેમ્બર 2021થી FD વ્યાજ દરોમાં સંશોધન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp