મોટા-મોટા વેપારીઓનું આ તારીખથી SDBમાં ઓફિસ શરૂ કરવાનું વચન

PC: x.com

દિવાળી વેકેશન પછી સુરત ડાયમંડ બુર્સમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે અને હવે કેટલાંક મોટા વેપારીઓએ વચન આપ્યા છે કે તેઓ 14 ડિસેમ્બરથી SDBમાં તેમની ઓફિસો શરૂ કરશે અને ડાયમંડની ખરીદી પણ અહીંથી જ ચાલું કરી દેશે. બુર્સમાં અત્યારે 250 કરતા વધારે ઓફિસો ધમધમે છે.

17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરેલું એ વાતને એક વર્ષ પુરુ થવામાં હવે માત્ર 10 દિવસ જ બાકી છે. પ્રધાનમંત્રીએ જ્યારે ઉદઘાટન કર્યું ત્યારે બુર્સ માટે ઘણી આશાઓ હતી, પરંતુ ડાયમંડ ઉદ્યોગની વિકરાળ મંદીને કારણે બુર્સમાં ધમધમાટ શરૂ થઇ ન શક્યો. પરંતુ હવે જે પ્રમાણી વીડિયોમાં વેપારીઓ વચન આપી રહ્યા છે એ જોતા સુરત ડાયમંડ બુર્સ ફરી ધમધમતુ થશે એવું લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp