RBI પાસે પાકિસ્તાનની GDPથી અઢી ગણા વધારે છે પૈસા, જાણો ક્યાંથી થાય છે કમાણી

PC: theprint.in

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના એન્યૂઅલ ફાઇનાન્શિયલ રિપોર્ટ મુજબ, RBIની બેલેન્સ શીટમાં ભારે ઉછાળ આવ્યો છે. તેનો અર્થ છે કે વાર્ષિક આધાર પર RBIની સારી કમાણી થઈ છે. હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે આખરે RBIની કમાણી ક્યાંથી થાય છે? તો આવો જાણીએ, પરંતુ એ અગાઉ RBIના વાર્ષિક રિપોર્ટ પર એક વખત નજર નાખી દઈએ.

RBIના વાર્ષિક રિપોર્ટ મુજબ, RBIના પૈસા પાકિસ્તાનની GDPથી 2.5 ગણા વધારે થઈ ચૂક્યા છે. RBIની બેલેન્સ શીટ 31 માર્ચ 2024 સુધી 11 ટકા વધીને 70.48 લાખ કરોડ રૂપિયા (લગભગ 844.76 અબજ ડોલર) થઈ ચૂકી છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) મુજબ, પાકિસ્તાનની GDPનું અનુમાન 338.24 અબજ ડોલર છે. આ અગાઉ નાણાકીય વર્ષમાં RBIની બેલેન્સ શીટ 63.44 લાખ કરોડ રૂપિયા હતી. RBIએ કહ્યું કે, તેની બેલેન્સ શીટ હવે મહામારીથી પહેલાના સ્તર પર આવી ચૂકી છે.

માર્ચ 2024ના અંત સુધી એ ભારતના GDPની 24.1 ટકા થઈ ગઈ છે જે માર્ચ 2023ના અંત સુધી 23.5 ટકા હતી. રિપોર્ટ મુજબ, RBIની આવકમાં 17.4 ટકાનો વધારો થયો છે, જ્યારે નાણાકીય વર્ષ 2024માં RBIના ખર્ચમાં 56.30 ટકાની કમી આવી છે. વાર્ષિક આધાર પર RBIનું સરપ્લસ પણ વધ્યું છે. તેમાં 141.23 ટકાનો વધારો થયો છે અને એ 2.11 લાખ કરોડ રૂપિયા થઈ ચૂકી છે. હાલમાં જ એ સરપ્લસ સરકારને ડિવિડેન્ટના રૂપમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઇમરજન્સી ફંડ તરીકે RBIએ નાણાંકીય વર્ષ 2024 માં 42,820 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

RBI દેશની અર્થવ્યવસ્થાને લઈને આશાવાદી છે. RBIએ કહ્યું કે, માઇક્રોઇકોનોમી ફન્ડામેન્ટલ સતત મજબૂતીના કારણે ઇકોનોમિકમાં સારો ગ્રોથ રહશે. જો કે, ફૂડ ઇન્ફલેક્શન અનુમાનની આસપાસ છે. RBIએ નાણાંકીય વર્ષ 2025 માટે લગભગ 7 ટકાની વાસ્તવિક GDP વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે. હવે તમારા મનમાં સવાલ હશે કે RBI એક નિયામક તરીકે કામ કરે છે તો પછી તેની પાસે એટલા પૈસા ક્યાંથી આવે છે. સાથે જ તેની કમાણી ક્યાંથી થાય છે. આવો જાણીએ.

RBI સરકારી બોન્ડના માધ્યમથી વ્યાજ કમાય છે. વિદેશી મુદ્રામાં રોકાણના માધ્યમથી પણ આવક થાય છે. RBIની બેલેન્સ શીટમાં લગભગ 70 ટકા હિસ્સો ફોરેન કરન્સી એસેટનો છે, જ્યારે 20 ટકા હિસ્સો સરાકરી બોન્ડ્સના રૂપમાં છે. RBI ડોલર રિઝર્વમાં રાખે છે, કિંમત વધવા પર તેને વેચવાથી સારું રિટર્ન આવે છે. સરકાર બજારમાં લગાવવા માટે RBI પાસેથી જે પૈસા લે છે, તેનાથી પણ RBIની કમાણી થાય છે. સાથે જ RBI ઘણી કોમર્શિયલ બેન્કોને લોન પણ આપે છે, જેના બદલામાં RBIને વ્યાજ મળે છે. RBI તરફથી ડિવિડેન્ટ આપ્યા બાદ જે બચે છે તેના વ્યાજથી પણ કમાણી થાય છે. વિદેશી સંપત્તિઓ અને સોનાના પુનર્મૂલ્યાંકનથી પણ કમાણી થાય છે. સોનું વેચીને પણ RBI કમાણી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp