દવાઓ 40 ટકા મોંઘી, TV-AC-ફ્રીઝના પણ ભાવ વધશે, આ છે કારણ

PC: intoday.in

દુનિયાભરના કારોબાર પર કાળા ડિબાંગ વાદળો મંડારાઈ રહ્યા છે. ઉદ્યોગ જગતની મુશ્કેલીઓ આ આફતને કારણે વધી ગઈ છે. જેમાં ભારત પણ બાકાત નથી. ભારત સરકારે પોતે માન્યું છે કે આ આફતને કારણે તેની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી છે. માટે સરકાર તેને લીધે અર્થવ્યવસ્થાને થઈ રહેલા નુકસાનના આંકલન અને સમીક્ષામાં લાગી છે.

ચીનમાં કોરોના વાયરસને કારણે દુનિયાભરના વેપાર પર તેની માઠી અસર જોવા મળી છે. નાણા મંત્રી સિતારમને પણ ઉદ્યોગ જગત સાથેની બેઠકમાં એ વાત કબૂલી કે કોરોના વાયરસનું સંકટ લાંબા સમયથી ચાલવાના કારણે વેપાર જગતની હાલત ખરાબ થઈ શકે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધારે માર ઈલેક્ટ્રોનિક્સ પર પડવાની આશંકા છે. તેના સાથે સાથે ફાર્મા, કેમિકલ્સમાં પણ ચીનથી થનારી કાચા માલની સપ્લાઈ પર તેની સૌથી વધારે અસર જોવા મળશે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરને કોરોના વાયરસને કારણે ચીનથી કાચા માલની સપ્લાઈ ભારત આવવામાં અડચણ પેદા થવાની ચિંતા વર્તાઈ રહી છે. પેપર વર્ક યોગ્ય રીતે નહીં થવાને કારણે પોર્ટ પર ખાસ્સો એવો સ્ટોક ફસાયેલો છે. હાલમાં તો એવી જ આશા છે કે આવનારા દિવસોમાં હાલાત સામાન્ય થતા આ સ્ટોક એકસાથે ક્લિઅર થશે અને મોટા પ્રમાણમાં કાચા માલની સપ્લાઈ થવા લાગશે.

કોરોનાની અર્થવ્યવસ્થા પર અસર કેટલી મોટી છે તેનો અંદાજો લગાવી શકાય કે IMFએ કોરોના વાયરસને કારણે ગ્લોબલ ગ્રોથમાં 20 પોઈન્ટ્સ સુધીના ઘટાડાનું અનુમાન લગાવ્યું છે. અત્યાર સુધીમાં તેને કારણે 1800થી વધારે લોકોની મોત થઈ ચૂકી છે.

ભારતમાં ચીનથી સૌથી વધારે આયાત ઈલેક્ટ્રિકલ મશીનરી, મેકેનિકલ અપ્લાયન્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક અને સર્જિકલ સાધનોની થાય છે. ચીનમાં કોરોનાના સંકટને કારણે ભારતમાં લગભગ 28 ટકા આયાત પર તેની અસર જોવા મળી છે.

તેની સાથે જ કોરોનાને કારણે ફાર્મા સેક્ટર પર પણ તેની અસર જોવા મળી રહી છે. ચીનથી સપ્લાઈ બંધ થઈ જવાને કારણે ભારતમાં પેરાસિટામોલ દવાઓની કિંમત 40 ટકા વધી ગઈ છે. ભારત ફાર્મા ઈન્ગ્રીડિએન્ટ્સની 80 ટકા સામગ્રીઓ ચીનથી આયાત કરે છે. દુનિયામાં વેચાતી જેનેરિક દવાઓના મામલે ભારત સૌથી મોટું બજાર છે.

તેના સિવાય આ મહિને ટીવી, એસી, ફ્રીઝ અને અમુક સ્માર્ટફોન મોડલ્સના ભાવો વધવાની પણ આશંકા છે. આ સેક્ટરથી જોડાયેલા લોકોનું કહેવું છે કે કંપનીઓ ડિસ્કાઉન્ટ અને ઓફરો પણ ઓછી કરી શકે છે, જેને કારણે તેની કિંમતોમાં 3-4 ટકાનો વધારો જોવા મળી શકે છે.

કોરોના સંકટને કારણે ઉદ્યોગ જગતને પડી રહેલી મારને ઓછી કરવા માટે સરકાર ટૂંક સમયમાં અગત્યના પગલાઓ લઈ શકે છે. જેમાં બેંકોના વ્યાજ અને કસ્ટમ ડ્યૂટીમાં છૂટ જેના પગલાઓ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp