26th January selfie contest
BazarBit

PM આવાસ યોજનાની સબસિડી ન મળી હોય તો 16મીએ અહીં પહોંચી જાઓ

PC: Pinterest.com

દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતાં અને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માંગતા નાગરિકો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરવામાં આવી. જો કે, આ યોજના અંતગર્ત મળતી સબસિડી માટે લાભાર્થીઓના નામમાં વિસંગતતા સહિતની કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે નરેન્દ્ર મોદીની સુચનાથી નોટીફિકેશન જારી કરવામાં આવ્યું છે.

જેની જાણકારી આપવા અને અન્ય સમસ્યાના ઉકેલ માટે વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેશનલ હોલમાં આગામી 16મી જાન્યુઆરીના રોજ ગુરુવારે બપોરે 3.00 વાગ્યે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સાંસદ સી.આર.પાટીલ દ્વારા યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સબસિડી મેળવવા અરજી કરનારા લાભાર્થીઓને આવશ્યક દસ્તાવેજોની પૂર્તતા બાદ પણ સબસિડી મળી નથી તેઓએ હાજર રહી પોતાની મુશ્કેલીની વિગતવાર માહિતી આપવાની રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવવા માંગતા લાભાર્થીઓએ મકાનનો દસ્તાવેજ બનાવ્યો તે સમયે લગ્ન ન થયા હોય, લગ્ન થયા હોય અને પત્નીનું નામ દસ્તાવેજમાં ઉમેરવાનું રહી ગયું હોય કે લાભાર્થિ વિધુર હોય તેવા કિસ્સાઓમાં સબસિડીનાં નાણાં જમાં થયા નથી.

પરંતુ તેના ઉકેલ માટે નોટીફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેની સમજ આપવા તેમજ અન્ય કારણોસર સબસિડી મળી શકી ન હોય, તેવા દરેક લાભાર્થીના ખાતામાં વહેલી તકે સબસિડીના નાણાં જમાં થઈ શકે તે વિષે જાણકારી આપવા અગત્યની મિટીંગનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેશનલ હોલમાં આગામી 16મી જાન્યુઆરીના રોજ ગુરુવારે બપોરે 3.00 વાગ્યે કરવામાં આવ્યું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp