પહેલીવાર USના થિયેટરમાં લોકસભાનું પરિણામ આખી રાત લાઇવ-15 ડોલરની ટિકિટ

PC: khabarchhe.com

લોકસભા ચૂંટણીના પરિણામો હિન્દુસ્થાનમાં આવવાના છે પરંતુ અમેરિકામાં પણ તેને લઇને લોકોમાં ઉત્સાહ છે. 23મી મે ના દિવસે પહેલીવાર થિયેટરમાં લાઇવ બ્રોડકાસ્ટ કરવાની તૈયારી કરાઇ છે. આ આયોજન એનઆરઆઇ પોલિટીકલ એક્શન કમિટી દ્વારા કરાયું છે.
ભારતમાં જ્યારે લોકસભા પરિણામોની ગણતરી થતી હશે ત્યારે અમેરિકામાં રાત હશે. છતાં ત્યાં આખી રાત લોકો લાઇવ પરિણામ જોશે. આ કાર્યક્રમના ઓર્ગેનાઇઝર એનઆરઆઇ પોલિટીકલ એક્શન કમિટીના રમેશ નૂને છે. મિનેસોટાના વુડબરી ખાતે વુડબરી10 થિયેટર ખાતે રાત્રે 9.30થી સવારે 5 વાગ્યા સુધી આ શો ચાલશે. પહેલાથી બુકિંગ કરાવ્યું હોય તો 10 ડોલરની ફી છે જ્યારે વોક ઇન દર્શકો માટે 15 ડોલર રાખવામાં આવ્યા છે. આ માટે એક વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે જેના દ્વારા પ્રમોશન કરાઇ રહ્યું છે. કમિટીએ પ્રમોશન માટે એક યુ ટ્યૂબ વીડિયો પણ મૂક્યો છે. વીડિયો પરથી જણાય છે કે આ કમિટી મોદી સમર્થક છે. તેમના બેનર પરથી પણ એવું દેખાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp