2024મા 107 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે કાચું તેલ, Goldman Sachsની ભવિષ્યવાણી

PC: moneycontrol.com

આગામી દિવસોમાં કાચા તેલના કિંમતોમાં હજુ વધારો થઈ શકે છે. કાચા તેલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલને પાર કરતા 107 ડૉલર પ્રતિ બેરલ જઈ શકે છે. ગોલ્ડમેન સેક્સનું માનવું છે કે, રશિયા આ સાઉદી અરબે કાચા તેલના ઉત્પાદનમાં કપાત કરવાના પોતાના નિર્ણયને યથાવત રાખ્યો તો ઇન્ટરનેશન માર્કેટમાં કાચું તેલ 107 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. ગોલ્ડમેન સેક્સે કહ્યું કે, OPEC+ દેશ 2024માં કાચા તેલના ઉત્પાદનમાં કપાત કરવાના નિર્ણયને પરત લેતા નથી તો ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચું તેલ 107 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.

મંગળવાર 5 સપ્ટેમ્બર 2023ના રોજ સાઉદી અરબે ડિસેમ્બર સુધી એક મિલિયન બેરલ કાચા તેલમાં કપાત કરવાનો નિર્ણય લીધો છે. તો સાઉદી અરબે કહ્યું કે, તે એ વાતની સમીક્ષા કરશે કે વધુ કપાતની જરૂરિયાત છે કે નહીં. રશિયાએ પણ ડિસેમ્બર સુધી 3 લાખ બેરલ કાચા તેલના એક્સપોર્ટમાં કપાત કરવાનો નિર્ણય લીધો છે. બંને જ દેશોના આ નિર્ણય બાદ કાચું તેલ 90 ડૉલર પ્રતિ બેરલ પાર જતા 91 ડૉલર પ્રતિ બેરલ લેવલ પર પહોંચ્યું છે. જે તેના 10 મહિનાના ઉચ્ચતમ સ્તર છે.

કાચા તેલની કિંમતોમાં વધારો અને 107 ડૉલર પ્રતિ બેરલ જવાની ગોલ્ડમેન સેક્સની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ તો ભારતની મુશ્કેલી વધી શકે છે. ભારતમાં કાચા તેલની કિંમતોના ઉછાળથી મોંઘવારી વધવાનું જોખમ છે. સરકારી તેલ કંપનીઓ પર પેટ્રોલ, ડીઝલની કિંમતો વધારવાનો દબાવ વધશે. તો તેના નફામાં ઘટાડો આવશે. સરકાર માટે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અગાઉ પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરવાના પ્રયાસોને ઝટકો લાગશે. રૂપિયો પણ ડૉલરની તુલનામાં નબળો હશે.

આ અગાઉ રશિયાના યુક્રેન પર ફેબ્રુઆરી 2022માં હુમલા બાદ ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજ ઉછાળ જોવા મળ્યો હતો અને કિંમતો 139 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ પહોંચી હતી. જો કે, ત્યારબાદ કિંમતોમાં ઘટાડો આવી ગયો. જૂન 2008માં દુનિયાભરમાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસના દસ્તક અગાઉ કાચું તેલ 147 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ પહોંચ્યું હતું.

દેશમાં ગયા વર્ષે મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલાઈ નથી. ગયા વર્ષે એપ્રિલમાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અંતિમ વખત બદલાવ કર્યો હતો. ત્યારબાદ મેમાં જ્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરી હતી, ત્યારથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ થયો નથી. દેશમાં ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 કરતા વધુ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp