સોનાના ભાવમાં 1300 રૂપિયાનો ઉછાળો, દિવાળી સુધીમાં આટલા રૂપિયા સુધી જઇ શકે છે

PC: outlookindia.com

બુલિયન માર્કેટમાં સોનોના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે અને શનિવારે સોનાનો 10 ગ્રામ દીઠ 1300 રૂપિયા વધીને 61300 સુધી પહોંચી ગયો છે. સોના-ચાંદી બજારના જાણકારોનું કહેવું છે કે સોનાની તેજી હજુ ચાલી રહેશે અને દિવાળી સુધીમાં 65,000ના લેવલ સુધી પહોંચી શકે છે. આમ જોવા જઇએ તો ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટ્રિએ પણ સોનું શ્રેષ્ઠ સાબિત થયું છે. છેલ્લાં સવા વર્ષમાં સોનામાં 23 ટકા રિટર્ન મળ્યું છે.

ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2023ના દિવસે જ્યારે બજેટ રજૂ કર્યું હતું એના બીજા જ દિવસે સોનાનો ભાવ ઐતિહાસિક સપાટી 59000ને વટાવી ગયો હતો. એ પછી સોનાના ભાવોમાં ઉચાર-ચઢાવ ચાલું રહી, પરંતુ શનિવારે સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી અને ભાવ સીધો 61300 રૂપિયા સુધી પહોંચી ગયો. સોનાની સાથે ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો અને કિલોએ 1500 રૂપિયા વધીને ચાંદી 69000 પર પહોંચી ગઇ છે.

બુલિયન વેપારીઓનું કહેવું છે કે, અમેરિકામાં છેલ્લાં એક સપ્તાહમાં 3 બેંકો કાચી પડવાની ઘટના બની અને હજુ 5 બેંકો કાચી પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે ત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આમ પણ લાંબા સમયથી વૈશ્વિક સ્તરે આર્થિક મંદીનું વાતાવરણ છે એવામાં બેંકો આર્થિક મુશ્કેલીમાં આવી જતા બળતામાં ઘી હોમાયું જેવા ઘાટ થયો છે. જાણકારો હજુ લાંબી મંદીનિં ચિત્ર બતાવી રહ્યા છે એટલે લોકોનો વિશ્વાસ ફરી ગોલ્ડ તરફ વળ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની માગ વધવાને કારણે સોનું 2000 ડોલર પાર કરી ગયું છે.

હવે ઇન્વેસ્ટમેન્ટના જે માધ્યમો છે તેમાં શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટની સરખામણી સોનામાં સૌથી સારું વળતર મળ્યું છે. આ જે તમે બેંકમાં ફિક્સ ડિપોઝીટ મુકો તો 10 વર્ષ પછી તમારી રકમ બમણી થાય છે, જ્યારે સોનાના ભાવોએ તો 6 વર્ષમાં જ રકમ બમણી કરી દીધી છે. વર્ષ 2017માં 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ 30,500 રૂપિયા હતો જે આજે 61300 પર પહોંચી ગયો છે, મતલબ કે 6 વર્ષમાં જ રોકાણ ડબલ થઇ ગયું છે.

હવે સવા વર્ષના સમયગાળાની અન્ય ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ સાથે ગોલ્ડની સરખામણી કરીએ તો 1 માર્ચ 2022ના દિવસે સોનાનો ભાવ હતો 49700 જે 18 માર્ચ 2023ના દિવસે 61300 પર પહોંચ્યો છે, મતલબ કે સવા વર્ષમાં 23 ટકા રિટર્ન મળ્યું છે. એની સામે BSE સેન્સેક્સ 1 માર્ચ 2022માં 59183 પર હતો અને 18માર્ચ 2023ના દિવસે 57990 પર હતો જે 2 ટકા નેગેટીવ રીટર્ન બતાવી છે. ચાંદીના વાત કરીએ તો 1 માર્ચ 2022ના દિવસે ચાંદી કિલો દીઠ 63000 પર હતી જે 18 માર્ચ 2023ના દિવસે 69000 પર પહોંચી છે.

સોના-ચાંદીના વેપારીઓનું કહેવું છે કે સોનાના ભાવનો આ તેજી તરફી ટ્રેન્ડ ચાલું રહેશે એમ લાગે છે અને દિવાળી સુધીમાં સોનું 65000 સુધી પહોંચી શકે છે.

નોંધ: માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. રોકાણ કરતી વખતે તમારા સલાહકારને પુછીને જ રોકાણ કરવું હીતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp