પુનઃપ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના માટે ગુજરાત એક આદર્શ સ્થળ છે

PC: khabarchhe.com

પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના સરળ બને તે માટે દેશના વિવિધ રાજ્યો વચ્ચે સ્પર્ધાનું વાતાવરણ સર્જવાની હિમાયત કરતા ભારત સરકારના એમ.એન.આર.ઇ. નવીન અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવ આનંદકુમારે દેશના દરેક રાજ્યને આ ક્ષેત્રમાં મૂડીરોકાણ વધે તે માટેની સૂચારૂ નીતિ ધડીને અમલમાં મૂકવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે નવતર પરિમાણોમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના અને નિવેશ માટે વિશ્વમાં ભારત અને દેશમાં ગુજરાત આદર્શ સ્થળ છે. તેમણે જણાવ્યું કે, નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવામાં આવે તો દેશમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા પૈકી સોલાર આધારીત (સૂર્યશક્તિ) 30 ગીગાવોટ અને વીન્ડ (પવન) આધારીત 10 ગીગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા વિકસી શકે છે.

આનંદકુમારે જણાવ્યું કે, દેશનો જે ભાગ વીજળીથી વંચિત હોય ત્યાં વીજળી પહોંચાડવાથી વીજળીની માંગમાં નિરંતર વધારો થતો રહે છે. પ્રધાનમંત્રીના વિઝન પ્રમાણે દેશના દરેક ધર સુધી વીજળી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પૂર્ણતાના આરે છે. ભારત સરકારના એમ.એન.આર.ઇ. મંત્રાલયે વીન્ડ, સોલાર, હાઇબ્રીડ અને બાયોગેસ જેવા સેક્ટર્સમાં ઊર્જા ઉત્પાદન પ્રોજેક્ટસની સ્થાપના ડેવલપર્સ માટે સરળ બનાવવા ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ વ્યાપારની સરળતા કરતા અનેકવિધ પગલા લીધા છે. આપણું લક્ષ હવે ક્લીન એનર્જીથી આગળ વધીને ગ્રીન એનર્જીનો વિનિયોગ કરવાનું છે. આંશિક જન્મ બળતણો (ફોસીલ ફયુઅલ્સ)નો વપરાશ ધટાડીને કાર્બન ઇમીગેનનું પ્રમાણ ધટાડવા માટે ન્યુ એનુ રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં એક ગીગાવોટના પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહન આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ આપેલા લક્ષ્યાંક પ્રમાણે સોલાર-વીન્ડ જેવા માધ્યમોથી સન 2022 સુધીમાં 175 ગીગાવોટ ઊર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક સિદ્ધ થવાનો છે. એ બાબતમાં હવે કોઇ શંકા નથી. એમણે કહ્યું કે, નિર્ધારીત લક્ષ્ય કરતા પણ વધુ ઊર્જા ઉત્પાદન ક્ષમતા ઊભી કરી શકાશે એવો વિશ્વાસ જાગ્યો છે. તેમણે આ ક્ષેત્રના રોકાણકારો આ પ્રોજેક્ટસ વળતરયુક્ત બની રહેશે એવા વિશ્વાસ સાથે વીજળી વળતર મેળવવાનું ધ્યેય રાખવા અનુરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp