અમેરિકાએ H-1B વીઝા એપ્લિકેશન ફી વધારી, ત્યાં કામ કરવા આટલી રકમ ચૂકવવી પડશે

PC: zeebiz.com

અમેરિકામાં કામ કરવા માટે H-1B વીઝાની અરજી માટે ભરવામાં આવતી ફી તરીકે હવે 10 ડૉલર વધારે ચૂકવવાના રહેશે. એટલે કે ટ્રમ્પ પ્રશાસને એપ્લિકેશન ફીમાં લગભગ 700 રૂપિયાનો વધારો કર્યો છે. US Citizenship and Immigration Service તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ફીના માધ્યમથી ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ(ERS)ને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. જેનાથી આવનારા સમયમાં H-1B વીઝા માટે લોકોના સિલેક્શનમાં સરળતા રહેશે.

કેટલી ફી લેવાય છેઃ

  • H-1B વીઝાની અરજી માટે 460 ડૉલર એટલે કે લગભગ 32 હજાર રૂપિયા લેવામાં આવે છે.
  • તેના સિવાય કંપનીઓની છેતરપીંડિ રોકવા અને તપાસ માટે 500 ડૉલર (35 હજાર રૂપિયા) વધારે પણ ચૂકવવાના રહે છે.
  • પ્રીમિયમ ક્લાસમાં 1410 ડૉલર એટલે કે 98 હજાર રૂપિયા વધારે ચૂકવવાના રહે છે.

જાણો શું છે H-1B વીઝાઃ

અમેરિકા દર વર્ષે હાઈ સ્કિલ્ડ વિદેશી કર્મચારીઓને અમેરિકાની કંપનીમાં કામ કરવા માટે H-1B વીઝા જારી કરે છે. ટેક્નિકલ ફિલ્ડની કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી આના પર આધાર રાખે છે.

કઈ રીતે થાય છે અરજીઃ

H-1B વીઝા માટે અરજી કરનારા લોકોએ પહેલા તો ERSમાં રજિસ્ટર કરાવવાનું રહે છે. મેન્યુઅલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ H-1B વીઝા અરજીકર્તાઓની તપાસ કરવામાં આવે છે. અરજી કરનારાઓના ઉચ્ચ ભણતર અને સ્કિલ્સને આધારે H-1B વીઝા આપવામાં આવે છે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી નક્કી કરવામાં આવે છે કે H-1B વીઝા આપવા કે નહિ.

ERSના માધ્યમથી અમેરિકામાં ઈમિગ્રેશન સિસ્ટમને આધુનિક બનાવવામાં આવશે. US Citizenship and Immigration Service નાણાકીય વર્ષ 2021થી ERS લોન્ચ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp