સરકારનો બદલાયો ઇરાદો, મંત્રી બોલ્યા- હવે નહીં વેચીએ આ મોટી કંપની

PC: x.com/hardeepspuri

મોદી 3.0માં સરકારનું ફોકસ વિનિવેશ પર રહી શકે છે, પરંતુ હવે સરકાર થોડી રણનીતિ બદલાતી નજરે પડી રહી છે, જે ઓઇલ કંપનીના વિનિવેશને લઈને ગત કાર્યકાળમાં સરકાર જોર શોરથી લાગી હતી. હવે સરકારના વિચાર બદલાઈ ગયા છે. પેટ્રોલિયમ મંત્રાલય સંભાળતા જ હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, હાલમાં BPCLના વિનિવેશને લઈને કોઈ ઇરાદો નથી. વિનિવેશના સવાલ પર જવાબ આપતા તેમણે કહ્યું કે, સરકારને ઓઇલ એન્ડ ગેસ PSU થી 19-20 ટકા રેવેન્યૂ મળે છે. એટલે હવે BPCLમાં વિનિવેશનો કોઈ ઇરાદો નથી.

તેમણે કહ્યું કે, આગળ એક્સપ્લોરેશન અને પ્રોડક્શન પર ફોકસ કરવાની યોજના છે. જલદી જ ઓઇલ પ્રોડક્શન વધારીને 45,000 બેરલ પ્રતિદિન કરવામાં આવશે. તેની સાથે જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ક્રૂડની કિંમત 75-80 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચવા પર જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાની સંભાવના છે. હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, BPCL ગ્રીનફિલ્ડ રિફાઇનિંગ તૈયાર કરવાના એડવાન્સ સ્ટેજમાં છે. પેટ્રોલ અને ડીઝલને GSTમાં લાવવાનો પ્રયાસ હશે. પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવો અત્યારે મુશ્કેલ છે.

તેમણે કહ્યું કે, સરકાર PSU તેલ કંપનીઓના વિનિવેશના પક્ષમાં નથી. પછી BPCL જેવા સફળ મહારત્નનું વિનિવેશ કેમ કરશે? તેના પર તેમણે કહ્યું કે, ગ્રીન હાઇડ્રોજન, રિફાઇનરી, ઇથેનોલ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, BPCLને નાણાકીય વર્ષ 2024ના પહેલા 6 માસિકમાં 19,000 કરોડ રૂપિયા કરતા વધુનો શુદ્ધ નફો થયો હતો. BPCLએ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકમાં 4,789.57 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો મેળવ્યો, જે ગયા વર્ષની સમાન ત્રિમાસિકથી 30 ટકા ઓછો છે.

ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં કંપનીનો લાભ 6,870.47 કરોડ રૂપિયા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, BPCL, ઇન્ડિયન ઓઇલ બાદ ભારતની બીજી સૌથી મોટી તેલ વિપરણ કંપની છે. એર ઈન્ડિયા સાથે સાથે BPCLના ખાનગીકરણ નાણાકીય વર્ષ 2022માં NDA સરકારના વિનિવેશ કાર્યક્રમાં સામેલ હતી. કેન્દ્રએ BPCLમાં પોતાની પૂરી 52.98 ટકા હિસ્સેદારી વેચવાની યોજના બનાવી હતી, જેનાથી નાણાકીય વર્ષ 2022માં અંદાજિત 45,000 કરોડ રૂપિયા મળવાની આશા હતી. એટલું જ નહીં સરકારે તેના માટે માર્ચ 2020માં રુચિ પત્ર (EOI) કે શરૂઆતી બોલીઓ આમંત્રિત કરી હતી. માર્ચ 2021 સુધી આ પ્રક્રિયાને પૂરી કરવાની યોજના હતી, પરંતુ કોરોનાના કારણે વિનિવેશનો નિર્ણય ટળી ગયો.

કારોબારના અંતમાં BPCLના શેર NSE પર 5.95 અંક કે 0.99 ટકા વધીને 607 રૂપિયા પર બંધ થયા. મંગળવારે આ શેરના હાઇ 612.70 રૂપિયા અને લો 593.60 રૂપિયા રહ્યા. આ તેજી સાથે જ કંપનીની માર્કેટ કેપ લગભગ 132,259 કરોડ રૂપિયા પહોંચી ગયા. BPCLના શેરોમાં 1 અઠવાડિયામાં 5.14 ટકાની તેજી જોવા મળી છે, જ્યારે છેલ્લા 1 મહિનામાં આ સ્ટોક 1.40 ટકા તૂટ્યા છે. જો કે, આ વર્ષમાં અત્યાર સુધી શેરે 35.32 ટકાનું રિટર્ન આપ્યું છે. તો એક વર્ષમાં આ શેરે 70 ટકા અને અને 3 વર્ષમાં 25.99 ટકા રિટર્ન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp