વિશ્વની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા ભારત માટે IMFએ આપી સલાહ

PC: indiatoday.com

ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બની છે. ભારતે પાછલા પાંચ વર્ષમાં આર્થિક રીતે ઘણાં ફેરફાર કર્યા છે, જેની હવે અસર દેખાવા લાગી છે. જો કે IMF દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતે હજી થોડાક સખત પગલા લેવાની જરૂર છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF) માહિતી નિર્દેશક ગૈરી રાઇસ અનુસાર, ભારત દરવર્ષે 7 % થી વધારાના વિકાસ દરથી આગળ વધી રહ્યું છે. GDP વૃદ્ધિથી ભારત આવનારા વર્ષોમાં સારી પ્રગતિ કરી શકે છે. ભારત વિશે IMFનું પૂર્ણ અનુમાન આવતા મહિને આવનારા રિપોર્ટમાં આવી જશે. આ રિપોર્ટ પહેલી વાર ગીતા ગોપીનાથના મુખ્ય અર્થશાસ્ત્રી બન્યા બાદ બહાર પાડવામાં આવી રહી છે.

જો કે, IMF દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત માટે બેંકોનું NPA  અને દેવાં માફી મોટી સમસ્યા છે. આ ઉપરાંત ઘણી કંપનીઓ દેવાળું ફૂંક્યુ છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારોએ પણ આર્થિક મોરચે વધુ સબળ બનવું પડશે.

મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ મુજબ, ભારતમાં ખેડૂતોની દેવા માફી કરવી એ રાજ્ય સરકારોનું યોગ્ય પગલું નથી. આના કરતા બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા વધારે સારું ગણાય. દેવામાફીને લીધે ખેડૂતોની સમસ્યાનું નિવારણ શક્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp