કોમન વેલ્થ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેનની CM સાથે બેઠક

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્ટ સમીટ 2019ના ત્રીજા દિવસનો પ્રારંભ કોમન વેલ્થ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક યોજીને કર્યો હતો. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમીટમાં કોમનવેલ્થના 75 જેટલા લોકોનું ડેલીગેશન લઇને સહભાગી થવા અંગે લોર્ડ જોનાથન માર્લેન્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતમાં ઉર્જા અને હેલ્થ કેર તેમજ કોમન વેલ્થ રાષ્ટ્રોના બિઝનેસના વ્યાપની ઉજ્જવળ સંભાવનાઓ અંગે પરિણામલક્ષી પરામર્શ કર્યો હતો.

પ્રતિનિધિ મંડળે ગુજરાતની વાયબ્રન્ટ સમીટ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ બની છે તેની તક તેમને મળી તેનો આભાર દર્શાવતા કહ્યું કે, ગુજરાત અને ભારતમાં તેમના પ્રદેશના લોકો હેલ્થ કેર સેક્ટરમાં સારવાર માટે આવે છે ત્યારે આ હેલ્થ કેર ફેસેલિટી સરળ અને સસ્તી બને તે માટે બન્ને પક્ષો સાથે મળીને વિચારણા કરી આગળ વધી શકે એમ તેમણે સુચન કર્યું હતું. ગુજરાતની અદ્યતન હેલ્થ કેર તજજ્ઞતાનો લાભ તેમના પ્રદેશોને મળી શકે તે હેતુસર તેમના પ્રદેશના ડોક્ટર્સ અને નર્સીસને ગુજરાતમાં તાલીમ માટે મોકલવાની તૈયારી તેમણે દર્શાવી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ સહીતના અધિકારીઓ પણ આ વેળાએ જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp