PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠકમાં આ 2 રાજ્યોના CM ન રહ્યા હાજર

PC: twitter.com/nitiaayog

દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક શરૂ થઈ ગઈ છે. બે દિવસ ચાલનારી આ બેઠકમાં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છોડીને તમામ રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. બેઠકમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલે ટીમ ઈન્ડિયાની જેમ કામ કર્યું છે.

તેમણે GST લાગુ કરવાનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે, નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલ એક એવું સ્ટેજ છે, જે ઐતિહાસિક પરિવર્તન લાવી શકે છે. તેમણે પુરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓને આશ્વાસન આપ્યું છે કે, પુરની સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રકારની સહાય પ્રદાન કરશે.

રિપોર્ટ્સ મુજબ આ નીતિ આયોગની બેઠકમાં ખેડૂતોની આવક, આયુષ્માન ભારત, રાષ્ટ્રીય પોષણ મિશન અને મિશન ઇન્દ્રધનુષ સહિત કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવી છે. આ દરમિયાન તમામ મુખ્યમંત્રીઓને ન્યૂ ઈન્ડિયા 2022નો એજન્ડા આપવામાં આવશે અને તેના પર કામ કરવાની રણનીતિ પણ બતાવાશે.

સરકારના થિંક ટેંક નીતિ આયોગે 2017મા આપેલા પોતાના પ્રેઝન્ટેશનમાં સ્પષ્ટ કહ્યું હતું કે, 6 સમસ્યાઓ ગરીબી, ગંદગી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, જાતિવાદ અને સાંપ્રદાયિકતાથી સ્વતંત્રતાનો પાયો 2022મા મૂકવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp