પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે લોકો સોશિયલ મીડિયો પર ઠાલવી રહ્યા છે રોષ

PC: social media

ગુજરાતીઓની માનસિકતા બદલતી જાય છે. હવે તેઓ સાચા અને ખોટાની તુલના કરતાં થયા છે. ખાસ કરીને સોશ્યલ મિડીયામાં આવતી પોઝિટીવ બાબતોને તેઓ ફોલો કરતાં થયા છે. સોશ્યલ મિડીયામાં એક્ટિવ એક યુવાને લખ્યું છે કે-- ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ વધે છે પરંતુ પગાર કે બિઝનેસ દરરોજ વધતો નથી.

સોશ્યલ મિડીયામાં એક્ટિવ એક યુવતિએ તો લખ્યું છે કે- મોદી સરકાર દેશમાં સારાં કામ કરી રહી છે પરંતુ જો તેઓ મોંઘવારી સામે જોશે નહીં તો 2022માં મોંઘવારીનો વિસ્ફોટ થશે. મધ્યમવર્ગના લોકોની ખરીદશક્તિ ઘટી શકે છે. હાલ લોકો ઇ-કોમર્સ તરફ વળ્યા છે તેથી કરિયાણાની દુકાન કે મોલ ખાલી પડ્યા છે. આ રફતાર જો ચાલુ રહી તો ગુજરાતનો છૂટક વેપાર ખતમ થઇ જશે.

રાજકીય નેતાઓ શું કરે છે, કેવી રીતે સરકાર ચલાવે છે. ક્યા અધિકારીની ક્યાં ટ્રાન્સફર થઇ છે તેમાં લોકોને રસ નથી પરંતુ પોતાનું પરિવાર શાંતિ અને સમૃદ્ધિથી રહી શકે તે માટે વધુ પ્રયાસ કરે છે. પેટ્રોલ અને ડીઝલમાં રોજેરોજ ભાવવધારો થતાં જીવન જરૂરિયાતની ચીજો મોંઘી બનતી જાય છે. પાંચ રૂપિયામાં મળતું મીઠું પણ આજે 30 રૂપિયે વેચાય છે. ચાર સભ્યોના મધ્યમવર્ગના બજેટ ખોરવાઇ ગયાં છે.

એક મહાશયે તો હિસાબ લખ્યો છે અને કહ્યું છે કે અમારા પરિવારમાં 2013માં દર મહિને કરિયાણું અને અન્ય જીવનજરૂરી ચીજો મેળવવા માટે 12000 થી 15000 નો ખર્ચ થતો હતો પરંતુ હવે 2020માં મહિને 30000 રૂપિયા જોઇએ. એટલે કે પ્રતિદિન પગાર વધતા નથી પરંતુ મોંઘવારી રોજેરોજ વધતી જાય છે. સરકારે પેટ્રોલ અને ડીઝલમાં રોજેરોજના ભાવ બંધ કરી પહેલાની જેમ દર 15 દિવસે ભાવમાં ફેરફાર કરવો જોઇએ. જો આમ થાય તો બે છેડા કેવી રીતે ભેગા કરવા તેની ખબર પડે.

સોશ્યલ મિડીયામાં મોંઘવારી અંગે આવતી ટીપ્પણીમાં મોટાભાગના લોકો નરેન્દ્ર મોદીને ચાહે છે પરંતુ હાલની નાણાકીય પરિસ્થિતિને જોતાં તેઓ નવા નાણામંત્રી ઇચ્છે છે. દેશની ઇકોનોમી કોઇની ગુલામ બનવી ન જોઇએ તેવું સ્પષ્ટ લોકો માને છે.

ભારતના મેટ્રોસિટીમાં પેટ્રોલ અને ડીઝલના સરેરાશ ભાવ આજે 85 થી 90 રૂપિયાને ક્રોસ કરી ગયા છે. આ આકરો ભાવવધારો તમામ લોકોને નડે છે. ટ્રાન્સપોર્ટેશનમાં વાહનો રાખતા સંચાલકો પણ મૂંઝવણ અનુભવી રહ્યાં છે, કારણ કે દિલ્હીથી નિકળેલી એક ટ્રક મુંબઇ પહોંચે ત્યારે ડીઝલના ભાવમાં વધારો થઇ ચૂક્યો હોય છે પરંતુ સામાન મંગાવનાર વધેલા ભાવના આધારે ભાડું આપવા તૈયાર થતાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp