રોહિતે પોતાના નામે કર્યો આ ખાસ રેકોર્ડ, છતા શા માટે નારાજ થયા દિગ્ગજો

PC: newsjizz.com

રોહિત શર્માને એડિલેડમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં તક મળી અને તેણે આ મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. એડિલેડ ટેસ્ટમી પહેલી ઈનિંગમાં રોહિત શર્મા 37 રન બનાવીને આઉટ ભલે થઈ ગયો, પરંતુ પોતાની વિકેટ ગૂમાવતા પહેલા તે આ વર્ષે દરેક ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા મારનારો ખેલાડી બની ગયો. જોકે, જે રીતે તે આઉટ થયો તેને લઈને ક્રિકેટના દિગ્ગજો તેનાથી નારાજ છે.

રોહિતે 61 બોલોમાં 37 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા. આ ત્રણેય છગ્ગા મારી તે વર્ષના દરેક ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા મારનારો ખેલાડી બની ગયો. હવે રોહિતના નામે આ વર્ષે 74 છગ્ગા થઈ ગયા છે. જોકે, 2017માં પણ રોહિતે જ દરેક ફોર્મેટમાં મળીને સૌથી વધુ સિક્સ માર્યા હતા. રોહિતે 2017માં 65 છગ્ગા માર્યા હતા.

આ વર્ષે સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓ

74- રોહિત શર્મા (2018)

65- રોહિત શર્મા (2017)

63- એ હી ડિવિલિયર્સ (2015)

59- ક્રિસ ગેલ (2012)

57- શેન વૉટ્સન (2011)

રોહિત શર્મા આ ટેસ્ટ મેચમાં ખૂબ સારું રમી રહ્યો હતો, તેની પાસે તક હતી કે તે આ ઈનિંગમાં મોટો સ્કોર બનાવે. પરંતુ તે છગ્ગા મારવાના પ્રયત્નોમાં પોતાની વિકેટ ગૂમાવી બેઠો. લિયોનની બોલ પર રોહિત શર્મા આઉટ થયો, પરંતુ જે રીતે તે પેવેલિયન પાછો ફર્યો તેનાથી પૂર્વ ક્રિકેટર્સ નિરાશ થઈ ગયા. જે બોલ પર રોહિત શર્મા આઉટ થયો, તેની આગલી બોલ પર તેણે હવામાં શૉટ માર્યો હતો. બોલ બાઉન્ડ્રી લાઈન પર ઊભા રહેલા હેરિસના હાથોમાં આવી ગઈ, પરંતુ તે પોતાનુ સંતુલન જાળવી ન શક્યો અને તે બાઉન્ડ્રી લાઈન પાર કરી ગયો. ત્યારપછીના બોલ પર રોહિતે ફરી મોટો શૉટ રમવાનુ વિચાર્યુ પરંતુ, આ વખતે બોલ પર બેટનો ઉપરનો ભાગ લાગ્યો અને બોલ સીધી હેરિસના હાથમાં આવી ગઈ અને તે આઉટ થઈ ગયો.

એડિલેડ ટેસ્ટ મેચ પહેલા એક મોટો મુદ્દો એ હતો કે રોહિત અને હનુમા વિહારીમાંથી કયા ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે. કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે રોહિતને તક આપી અને તેણે આ ગોલ્ડન ચાન્સને ગૂમાવી દીધો. આ કારણે ક્રિકેટના દિગ્ગજ તેનાથી નારાજ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp