લોનના હપ્તા નહીં ભરનાર સામે SBIનું અનોખું અભિયાન,ચારેકોર ચર્ચા

PC: healthline.com

શું તમે દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહક છો અને શું તમે અહીંથી કોઈ પ્રકારની લોન લીધી છે? તો અમે તમને જણાવી દઈએ કે આ લોનની EMI સમયસર ભરો, જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો તમને ચોકલેટ મોકલવામાં આવશે. આ વાંચીને તમે ચોંકી જશો. પરંતુ સ્ટેટ બેંકે હવે લોન રિકવરી માટે અથવા EMI બાઉન્સ થવાની સ્થિતિના નિવારણ માટે SBIએ બેંક રિકવરી એજન્ટ કે કર્મચારીઓ દ્વારા ગ્રાહકો પર પ્રેસર ઉભું કરવાનું બદલે ચોકલેટ આપીને ગાંધીગીરિ કરીને રકમ વસુલવાનો અનોખો પ્લાન બનાવ્યો છે.

ન્યૂઝ એજન્સી PTI ના જણાવ્યા મુજબ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ખરેખર લોન ગ્રાહકોને રીમાઇન્ડર મોકલવા માટે આ પદ્ધતિ અપનાવી છે જેઓ તેમની EMI ચૂકવવામાં આનાકાની કરે છે અથવા સમયસર હપ્તા ચૂકવતા નથી. સ્ટેટ બેંક આ રીતે સારી લોન રિપેમેન્ટ કલેક્શનની અપેક્ષા રાખે છે. SBI અનુસાર, આ રીતે લોકોને યાદ અપાવવામાં આવશે કે લોનની EMI સમયસર ચૂકવણી કરવી જરૂરી છે. જો કે, બેંકનું કહેવું છે કે આ રીત હજુ પાયલોટ સ્ટેજ પર શરૂ કરવામાં આવી રહી છે.

બેંકમાંથી લોન લીધા પછી જો કોઇ ગ્રાહક તેનો મહિનાનો હપ્તો ચૂકવવાનું ભુલી જાય છે અથવા બેંકને એવી આશંકા હોય કે ગ્રાહક ડિફોલ્ટ કરી શકે છે.તો એવા ગ્રાહકોના ઘરે SBI ચોકલેટ મોકલશે અથવા ચોકલેટનો એક ડબ્બો લઇને SBIનો કર્મચારી ગ્રાહકના ઘરે જશે. સંબંધિત ગ્રાહકને એવું યાદ અપાવવામાં આવશે કે તમારો હપ્તો ભરવાનો બાકી છે.

બેંકોમાંથી રિટેલ લોન લેનારા ગ્રાહકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને તેની સાથે જ EMI ડિફોલ્ટના કિસ્સા પણ વધવા માંડ્યા છે.જેને કારણે દરેક બેંકો રિપેમેન્ટ માટે જાત જાતના પ્રયાસ કરે છે. એ જ દિશામાં સ્ટેટ બેંકે પણ એક અનોખું અભિયાન શરૂ કર્યું છે.

સામાન્ય રીતે જ્યારે કોઇ ગ્રાહક લોનનો હપ્તો ચુકી જાય છે ત્યારે બેંકો SMS અથવા કોલ કરીને ગ્રાહકોને રિમાઇન્ડર કરતી રહેતી હોય છે. પરંતુ કેટલાંક ગ્રાહકો એવા હોય છે જે બેંકના ફોન પણ રિસીવ નથી કરતા, કોઇ જવાબ પણ નથી આપતા હોતા અને હપ્તો પણ નથી ભરતા.

હવે SBI આ ગ્રાહકોની સમસ્યાના નિવારણ માટે ચોકલેટ અભિયાન શરૂ કર્યું છે. સ્ટેટ બેંકના રિટેલ લોનના ડેટા પર એક નજર નાંખીએ તો જૂન 2023ના ત્રિમાસિક ગાળામાં બેંકે કુલ 12,04,279 કરોડ રૂપિયાની લોન આપી હતી. જૂન 2022ના ત્રિમાસિક ગાળામાં આ આંકડો 10,34,111 કરોડ રૂપિયા હતો. જેમાં વર્ષની અંદર 1,70,168 કરોડ રૂપિયાનો વધારો થયો. આપેલી લોનની સરખામણીમાં કુલ ઉધારી 33,03,731 કરોડ રૂપિયા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp