બિઝનેસ ચેનલના પૂર્વ એંકર પર સેબીએ 5 વર્ષનો પ્રતિબંધ મુકી દીધો

સેબીએ જાણીતી બિઝનેસ ચેનલ સીએનબીસી- આવાઝના પૂર્વ એંકર અને ટેક્નિકલ સલાહકાર પર 5 વર્ષ માટે શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને બંનેને 1-1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સેબીએ પૂર્વ એંકર પ્રદિપ પંડ્યા અને ટેકનિકલ એક્સપર્ટ અલ્પેશ ફુરિયા પર શેરબજારમાં કામકાજ કરવા પર 5 વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે અને 1-1 કરોડનો દંડ કર્યો છે. આ ઉપરાંત અલ્પેશની અન્ય 6 કંપનીઓ અલ્પેશ ફુરિયા (HUF), અલ્પા ફુરિયા, મનીષ ફુરીયા, મનીષ ફુરિયા (HUF), મહાન ઇન્વેસ્ટમેન્ટ અને તોશી ટ્રેડ પર પણ 5 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે અને 10-10 લાખ રૂપિયા દંડ કર્યો છે.

પ્રદિપ જ્યારે સીએનબીસી –આવાઝ પર એંકર હતો ત્યારે જે શેરોની ભલામણો કરવાની હોય તે પહેલા અલ્પેશની કંપનીને માહિતી આપી દેતો હતો.બંને જણા 5.35 કરોડની કમાણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp