સરકાર વેચી રહી છે સસ્તામાં સોનુ, જાણો ક્યાંથી ખરીદી શકાશે આ ગોલ્ડ બોન્ડ

PC: wbtnews.net

ચાલુ નાણાકીય વર્ષમાં સોનામાં રોકાણની સરકારી યોજના સોવરેન ગોલ્ડ બોન્ડના બીજા ચરણમાં નિવેશ શુક્રવારે પૂર્ણ થસે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં બીજા ચરણમાં નિવેશ કરવાની અવધિ 8થી 12 જુલાઈ રાખવામાં આવી. કાલે તેમાં નિવેશ કરવાનો છેલ્લો દિવસ છે.

5 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરતા નાણા મંત્રી નિર્મલા સીતારમને સોના પર આયાત શુલ્ક 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવાની જાહેરાત કર્યા બાદ સોનાના ભાવમાં વધારો થયો છે. જોકે, સરકાર તમને સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહ્યું છે. RBIના સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો.

10 જુલાઈ અનુસાર, સોનાની બજાર કિંમત 3487 રૂપિયા પ્રતિ ગ્રામ છે, જ્યારે આ સ્કીમ અંતર્ગત તમે 3443 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે સોનુ ખરીદી શકો છો. આ ઉપરાંત ડિજિટલ મોડથી પેમેન્ટ કરવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે. એટલે કે તેમના માટે સોનાની કિંમ 3393 રૂપિયા પ્રતિ ગ્રામ પડશે.

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં નિવેશ કરનારા વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 500 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે. તેમજ ન્યૂનતમ નિવેશ એક ગ્રામ હોવું જરૂરી છે. આ સ્કીમમાં નિવેશ કરવા પર તમે ટેક્સ બચાવી શકો છો.

આ બોન્ડ તમે બેંક, પોસ્ટ ઓફિસ, NSE અને BSE ઉપરાંત, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ખરીદી શકો છો. આ બોન્ડ બેંકોમાંથી ઓનલાઈન પણ ખરીદી શકાય છે. ત્યારબાદ બોન્ડ ખરીદવાનું ત્રીજું ચરણ 5 ઓગસ્ટ અને ચોથું ચરણ 9 સપ્ટેમ્બરે ખુલશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp