સ્ટાર્ટઅપ્સની દુનિયામાં IITમાંથી આવતા વિદ્યાર્થીઓની ધૂમ, બન્યા છે કંપનીના માલિકો

PC: navbharattimes.indiatimes.com

IDFC ફર્સ્ટ પ્રાઈવેટ બેન્કિંગ અને હુરુન ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી એક યાદીમાં બહાર આવ્યું છે કે, ભારતની 200 સૌથી મોટી કંપનીઓમાંથી લગભગ એક તૃતીયાંશ કંપનીઓની સ્થાપના IIT વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 388 સ્થાપકોમાંથી લગભગ 130 IIT વિદ્યાર્થીઓ છે. જેની કંપનીઓ વર્ષ 2000 પછી સ્થપાઈ હતી. IDFC ફર્સ્ટ પ્રાઈવેટ બેન્કિંગ અને હુરુન ઈન્ડિયાએ 'IDFC ફર્સ્ટ પ્રાઈવેટ એન્ડ હુરુન ઈન્ડિયાઝ ટોપ 200 સેલ્ફ-મેડ આંત્રપ્રિન્યોર્સ ઑફ ધ મિલેનિયમ 2024' યાદીની બીજી આવૃત્તિ બહાર પાડી છે. આ યાદીમાં એવન્યુ સુપરમાર્ટ (DMart)ના સ્થાપક રાધાકિશન દામાણીએ રૂ. 3.4 લાખ કરોડથી વધુની કમાણી સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે.

આ યાદીમાં IIT દિલ્હી સૌથી વધુ સ્ટાર્ટઅપ ધરાવે છે, અહીંથી 36 સ્થાપકોએ સ્નાતકની ડિગ્રી મેળવી છે, જ્યારે IIT બોમ્બે 20 સ્થાપકો સાથે બીજા સ્થાને છે અને IIT ખડગપુર 19 સ્થાપકો સાથે ત્રીજા સ્થાને છે. આ IIT વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી સ્ટાર્ટઅપ કંપનીઓની કુલ મૂલ્યાંકન રકમ લગભગ 20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

IIT સ્નાતકો હવે માત્ર નોકરી શોધનારા જ નહીં પણ નોકરી આપનારા પણ બની રહ્યા છે. IIT સ્નાતકો વિશ્વના મોટા ઉદ્યોગપતિઓમાં પોતાની ઓળખ અને સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, IIT દ્વારા સંચાલિત ઇન્ક્યુબેશન સેન્ટર્સ પણ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. IIT મદ્રાસના ઇન્ક્યુબેશન સેન્ટર SAIL 2023માં 351 ડીપ ટેક સ્ટાર્ટઅપ્સના પોર્ટફોલિયો સાથે રૂ. 45 હજાર કરોડના મૂલ્યાંકન સુધી પહોંચી ગયું છે.

અહીં તમને જણાવી દઈએ કે, એન્જિનિયરિંગમાં મોટાભાગના બાળકો CS (કોમ્પ્યુટર સાયન્સ)માં એન્જિનિયરિંગ કરવા માગે છે. મોટાભાગના બાળકોની પ્રથમ પસંદગી B.Tec કોમ્પ્યુટર સાયન્સ કરવાની હોય છે. અને તે પણ જો છેલ્લા વર્ષોના આંકડા જોઈએ તો મોટાભાગની મોટી કંપનીઓ કોમ્પ્યુટર સાયન્સ એન્જીનીયરોને લાખોના પેકેજ આપે છે. કોમ્પ્યુટર સાયન્સ એન્જીનિયર્સને ગૂગલ, માઇક્રોસોફ્ટ, TCS, વિપ્રો અને એમેઝોન જેવી મોટી કંપનીઓમાં મૂકવામાં આવે છે.

ટોપ 10 સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ: રાધાકિશન દામાણી (એવન્યુ સુપરમાર્ટ્સ), દીપન્દર ગોયલ (ઝોમેટો), શ્રીહર્ષ માજીતી અને નંદન રેડ્ડી (સ્વિગી), દીપ કાલરા અને રાજેશ માગો (મેક માય ટ્રિપ), અભય સોઇ (મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ), યાશીશ દહિયા અને આલોક બંસલ (પોલીસી બજાર), ભાવિત શેઠ અને હર્ષ જૈન (ડ્રીમ 11), નીતિન કામથ અને નિખિલ કામથ (ઝેરોધા), હર્ષિલ માથુર અને શશાંક કુમાર (રેઝરપે), ફાલ્ગુની નાયર (નાયકા).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp