જો તમે ફિક્સ ડિપોઝીટ કરવા માગો છો તો પહેલાં જરૂર કરો આ 4 કામ

PC: indianmoney.com

FDમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આમાં તમને સીમિત સમય માટે ગેરેન્ટેડ રિટર્ન મળે છે. FD કરવું એ લોકો માટે બેસ્ટ છે જેઓ હાઇરિસ્ક ડિપોઝીટ કરવાથી દરે છે. પંરતુ તમને FD કરવા પહેલાં કેટલાંક કામ કરવા જરૂરી છે જેનાથી તમને વધુ નફો મળશે અને કોઈ ટેન્શન પણ નહીં રહે. ચાલો જાણીએ શું છે એ કામ...

FD કરવા પહેલાં સરખામણી જરૂર કરવી

તમારે FDની રકમ, અવધિ અને ડિપોઝીટ કરનારની ઉંમરના આધારે અલગ અલગ બેંકો દ્વારા FD પર ઓફર કરવામાં આવતા વ્યાજ દરની તુલના કરવી જોઈએ. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રેગ્યુલર વ્યાજ દર કરતા વધુ વ્યાજ ઓફર કરવામાં આવે છે. 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની અવધિ માટે સામાન્ય રીતે 4% થી લઈને 8% સુધીનું વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. પરંતુ 1 કરોડથી વધુ રકમની FD કરવા પર બેંક તમને વધુ વ્યાજ દર ઓફર કરી શકે છે.

વિશ્વસનીયતાની તપાસ કરવી

તમારે ફાયનાન્શિયલ ઇન્સ્ટીટયુશનની ક્રેડિબિલિટી પણ ચેક કરવી જોઈએ. આ ઉપરાંત બેસ્ટ રિટર્ન અને બેસ્ટ ટર્મ ડિપોઝીટ સ્કીમ મેળવવા માટે અલગ-અલગ બેંકોમાં પૈસા ડિપોઝીટ કરવા જેથી તમારે માત્ર એક બેંક પર નિર્ભર ન રહેવું પડે અને અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થાય તો આખું ફંડ તોડવું ન પડે.

વ્યાજ દરની વ્યવસ્થિત તપાસ કરવી

મોટાભાગની બેંક સામાન્ય રીતે ત્રણ મહિનાના આધાર પર કમ્પાઉન્ડ થનાર વ્યાજ દર સાથે FD ઓફર કરે છે. કેટલીક બેંક એવી પણ છે જે મંથલી બેસિસ પર કમ્પાઉન્ડ થતાં રેટ્સ ઓફર કરે છે. તેથી તમારે એ જરૂર ચેક કરી લેવું જોઈએ કે તમારા ઇન્વેસ્ટમેન્ટ પર વ્યાજની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.

પેનલ્ટીનું પણ રાખો ધ્યાન

FDમાં ઇન્વેસ્ટમેન્ટ પહેલાં એ જરૂર ચેચ્ક કરી લો કે સમયથી પહેલાં પૈસા ઉપાડવા પર કોઈ ફી લેવામાં આવે છે કે નહીં. મોટાભાગે બેંક સમય પહેલાં પૈસા ઉપાડવા પર પેનલ્ટી ચાર્જ કરે છે પણ કેટલીક બેંકો એવી પણ છે જે કોઈ પણ પેનલ્ટી વિના સમય પહેલાં પૈસા ઉપાડવા દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp