સેબીના આ નિર્ણયથી પરિવારમાં શેર ટ્રાન્સફર કરનારા લોકોને રાહત
સિક્યોરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ થોડા સમય પહેલા એક ગાઇડલાઇન બહાર પાડીહતી. જેમાં આર્બિટ્રેશન અથવા મિડલમેન ફર્મ્સને શેર ટ્રાન્સફર કરવાના નિયમો હતા. આનાથી એ અસમંજસની સ્થિતિ ઉભી થઇ હતી કે, સંબંધીઓને પણ શેર ટ્રાન્સફર કરવા પર મેનેજમેન્ટ કંટ્રોલના સ્વરૂપમાં બદલાવ માનવામાં આવશે.
સેબીએ શેરબજારમા લિસ્ટેડ કંપનીઓ માટે ઓનરશીપ ચેન્જના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે એક નવી ગાઇડલાઇન બહાર પાડી છે. સેબીએ કહ્યું છે કે, પત્ની, માતા-પિતા, ભાઇ-બહેન અથવા સંતાવો જ માત્ર સંબંધી તરીકે ગણાશે. અને આ સંબંધીઓને શેર ટ્રાન્સફર કે મેનેજમેન્ટ કંટ્રોલમાં બદલાવ વિશે સેબીને જાણ કરવાની જરૂર નથી, પરંતુ એ સિવાય કોઇ ટ્રાન્સફર હશે તો સેબીને ફરજિયાત જાણ કરવાની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp