સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો, જાણો 4 મોટા શહેરોનો ભાવ

PC: patrika.com/

દેશમાં એક બાજુ લોકો પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી ત્રાહિમામ છે. સામે તહેવારો આવી રહ્યા છે, ત્યારે મોંધવારીના મારથી સરકારે પ્રજાને મહંતઅંશે ફાયદો કરાવ્યો છે. દેશની પ્રજા હાલ સરકારના નિર્ણયથી નાખુશ જણાઇ રહી છે. આજે મંગળવારે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આજે દિલ્હીમાં પેટ્રોલ 81.34 રૂપિયા અને મુંબઈમાં 86.81 રૂપિયા પ્રતિ લિટર થયું છે. બન્ને શહેરોમાં પેટ્રોલના ભાવમાં લીટરે 10 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 7થી 8 પૈસાનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં 5 દિવસમાં પેચ્રોલ 1.49 અને ડીઝલ 84 પૈસા પ્રતિ સસ્તું થયું છે.

શહેરના મેટ્રો શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ 81.34 અને ડિઝલ 74.85 રૂપિયે વેચાઇ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 86.81 અને ડીઝલ 78.46, કોલકતામાં 83.19 અને ડીઝલ 76.70 અને ચેન્નાઈમાં પેટ્રોલ 84.53 અને ડીઝલ 79.15 રૂપિયે વેચાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp