અભિમાની ચીને ભારતને કહ્યું- ગમે કે ન ગમે, પણ ચીનની વસ્તુઓ તો વાપરવી જ પડશે

PC: timesofindia.com

આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન અડચણો ઊભું કરી રહ્યું છે. ચીનની આ હરકતના કારણે ભારતના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. રોષે ભરાયેલા ભારતીયોએ ચીની વસ્તુની હોળી પ્રકટાવીને ચાઇનીઝ માલનો બહિષ્કાર કર્યો હતો. દિલ્હીમાં ચીની પ્રોડક્ટની હોળી કરવામાં આવી હતી, ત્યારબાદ ઝારખંડમાં ચીની રમકડાં, કેમેરા, કપડાં અને ફૂટવેરની હોળી કરાઈ હતી અને ચાઇનીઝ વસ્તુનો વિરોધ કર્યો હતો. જોકે, ભારતીયોના આ વિરોધથી ચીનને કોઈ ફરક ન પડતો હોય તેવું વલણ ચીન દાખવી રહ્યુ છે.

ચીનના એક સરકારી અખબારમાં ભારતમાં ચીની સમાનની થઇ રહેલી હોળી બાબતે એક લેખ લખવામાં આવ્યો હતો, તેમાં લખ્યું હતું કે, ભારતીયોને પસંદ હોય કે ન હોય પણ ચીનની વસ્તુનો ઉપયોગ કરવો જ પડશે. કારણ કે, ભારતના ઉદ્યોગોમાં ચીનના ઉદ્યોગોનો સામનો કરવાની ક્ષમતા નથી.

આ લેખમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, કેટલાક ભારતીય એનાલિસ્ટ ચીનના સામાનનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે અને એ પણ ત્યારે કે જ્યારે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયત્નોને ચીન રોકી રહ્યું છે. છેલ્લાં ઘણા વર્ષોથી ચીની સામાનના બહિષ્કારનું એલાન ભારતમાં કરવામાં આવ્યું છે તે સફળ રહ્યું નથી. આ બધાનું કારણ એ જ છે કે, ચીન જે વસ્તુ બનાવે છે, તેનું ઉત્પાદન ભારત કરી શકતુ નથી.

આ ઉપરાંત આ લેખ દ્વારા ચીને ભારતના નેતાઓને કહ્યું હતું કે, લોકોનું ધ્યાન ચીન તરફ દોરવાથી દેશના આંતરિક પ્રશ્નોનો ઉકેલ આવશે નહીં. ટ્વિટર પર નારા લગાડવાના બદલે દેશને મજબૂત કરવો વધુ જરૂરી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp