ભારત પ્રવાસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યો ભારતને મોટો ઝટકો

PC: amazonaws.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને ભારત આવી રહ્યા છે, પણ તેમની બે દિવસીય મુલાકાત પહેલા અમેરિકાએ એક એવો નિર્ણય લીધો છે, જેને લઈને ભારતીય નિકાસકારોની મુશ્કેલી વધી શકે છે. આ નિર્ણય હેઠળ અમેરિકાએ ભારતને વિકાસશીલ દેશોની લિસ્ટમાંથી બહાર કાઢી નાખ્યું છે. જેનો અર્થ એ થાય છે કે, ભારતમાંથી અમેરિકા નિકાસ કરાતા માલના ઉત્પાદનમાં કોઈ સરકારી સબસિડિનું યોગદાન છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી વિકાસશીલ દેશોને આ તપાસથી છૂટ તો મળતી જ હતી, સાથે જ 2 ટકા સરકારી સહાય અંગે કોઈ વાંધો પણ નહોતો.

નવા ફેરફાર હેઠળ અમેરિકામાં ભારત, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રીકા જેવા દેશોમાંથી કરાતા આયાતની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થશે. નવા માપદંડ અનુસાર, અમેરિકા આ 4 રીતના દેશોને વિકાસશીલ માનશે નહીં- જે ઓર્ગેનાઈઝેશનલ ફોર ઈકોનોમિકલ કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના સભ્ય હોય કે તેની સભ્યતા ઈચ્છતા હોય, જે G20ના સભ્ય હોય, વિશ્વ બેંક જેમને ઊંચી આવકવાળી શ્રેણીમાં રાખતા હોય અને વિશ્વ વેપારમાં જેમની ભાગીદારી 0.5 ટકાથી વધારે હોય.

ભારતને G20ના સભ્ય અને વિશ્વ વેપારમાં નક્કી કરેલી સીમા કરતા વધારે ભાગીદારી રાખવાના બે આધારો પર વિકાસશીલ દેશોની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યું છે. વૈશ્વિક નિકાસમાં ભારતની ભાગીદારી 1.67 ટકા અને વૈશ્વિક આયાતમાં 2.57 ટકા છે.

વર્ષ 2018-19માં ભારતની 6.35 અબજ ડૉલરની નિકાસ કરેલી વસ્તુઓને GSP હેઠળ રાખવામાં આવી હતી. પણ GSP ખતમ કરી દીધા બાદ ખાસ કરીને ભારતની જ્વેલરી, લેધર, ફાર્મા, કેમિકલ અને એગ્રીકલ્ચર ઉત્પાદનોને મુશ્કેલી આવી રહી છે. કારણ કે તેમનો નિકાસ ખર્ચ વધી રહ્યો છે અને તેમને પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતનું કહેવું છે કે, GSPના ફાયદા દરેક વિકાસશીલ દેશોને કોઈપણ રીતની લેવડદેવડની શરત વિના અને તેનો ઉપયોગ અમેરિકા તેના વ્યાપારિક હિતોને આગળ વધારવા માટે નહીં કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp