સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં ક્યા દેશોનો ગુજરાતને સહકાર મળ્યો?

PC: amust.com.au

UK, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવા ગુજરાત સરકાર દ્વારા કરાર કરવામાં આવશે અને તે દેશોની બેસ્ટ પ્રેક્ટિસ અહીં લાવવામાં આવશે અને તેના દ્વારા આ દેશોમાં આપણા સ્ટાર્ટઅપને ફંડિંગ મળશે અને તેમને નવું બજાર ઊભું કરવામાં મદદ મળશે.

11થી 13 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટ 2018 યોજાશે. આ સમિટમાં એગ્રીટેક, ફિનટેક, સ્માર્ટ એન્ડ શેર્ડ મોબિલિટી, વુમન સેન્ટ્રિક સોલ્યુશન, મેન્યુફેક્ચરિંગ 4.0, ગવર્નન્સ 2030, મેરીટાઇમ એન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ અને હેલ્થટેક જેવા આઠ ચેલેન્જ યોજાશે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IOT, બિગ ડેટા અને સાયબર સિક્યોરિટી પર ખાસ ફોકસ રાખવામાં આવશે.

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રટરી એમ. કે. દાસે જણાવ્યું હતું કે, 'ભારતમાં હાલમાં 5,200 જેટલા ટેક સ્ટાર્ટઅપ છે. તેમાં 1,000ની નોંધણી ગયા વર્ષે થઈ છે. જેને ફંડિંગનું પ્રમાણ અગાઉ કરતાં સાત ટકા વધ્યું છે. ફોરેન ફંડિંગનું પ્રમાણ જેમાં 44 ટકા જેટલું ઊંચું રહ્યું છે.'

ગુજરાતે સપ્ટેમ્બર 2017મા ઇઝરાયલ સાથે જોડાણ કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતમાંથી સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ વિવિધ 70થી વધુ સ્ટાર્ટઅપને 22 કરોડ જેવી રકમ ફંડ તરીકે આપી છે અને 200 જેટલી ઇન્કવાયરી આવી છે. આ વખતે સ્ટાર્ટઅપ અને ટેક્‌નોલોજી સમિટમાં મોટી સંખ્યામાં ડેલિગેટ નોંધાવાની 40,000 ફૂટફોલ રહેવાની સંભાવના છે.

એક અધિકારીએ કહ્યં હતું કે અગાઉ ટેક સ્ટાર્ટઅપમાં UK આઠમા નવમા ક્રમે હતું તે હાલમાં ત્રીજા ક્રમે છે, તેવા સંજોગોમાં ઇઝરાયલની જેમ UK-સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ કરાર કરીને આપણે ત્યાં ઊભી કરવા પ્રયત્ન કરી સ્થાનિક સ્ટાર્ટઅપને નવી રાહ ચીંધવામાં આવશે અને તેમને આ દેશોમાં તક અને બજાર બંને મળશે.

વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટમાં જે ગ્રાન્ડ ચેલેન્જ યોજાશે તેમાં વિવિધ આઠ કેટેગરીના 44 સ્ટાર્ટઅપને પસંદ કરવામાં આવશે અને તેમને ત્રણ કરોડ પ્રાઈઝ મની અપાશે. પ્રથમ આવનારને 25 લાખ, દ્વિતીયને 27 લાખ, તૃતીયને 25 લાખ અને પછીના 12 વિજેતાઓને 12 લાખ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp