શું 500 રૂપિયાથી વધુની ચલણી નોટો ફરી ચાલુ થશે? આ બાબતે સરકાર શું કહે છે
કેન્દ્રીય નાણા મંત્રાલયે આગામી સમયમાં નવી કિંમતની ચલણી નોટો લોન્ચ કરવાને લઈને મોટી માહિતી આપી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, 500 રૂપિયાથી વધુ મૂલ્યની ચલણી નોટો રજૂ કરવાની કોઈ યોજના નથી. મંત્રાલયે રાજ્યસભામાં પૂછવામાં આવેલી નવી નોટોના લોન્ચિંગ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી છે.
સાંસદ ઘનશ્યામ તિવારીએ સવાલ પૂછ્યો હતો કે, શું સરકાર 500 રૂપિયાથી વધુ મૂલ્યની ચલણી નોટો છાપવાનું વિચારી રહી છે? આના પર નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું, 'ના, સાહેબ.' તેમના આ ટૂંકા જવાબે આવી શક્યતાને સંપૂર્ણપણે ફગાવી દીધી.
અહીં તમને જણાવી દઈએ કે, ઘનશ્યામ તિવારીએ નાણા મંત્રાલયને 2000 રૂપિયાની નોટોના ચલણ અને ઉચ્ચ મૂલ્યની ચલણી નોટોના પ્રિન્ટિંગને લગતા ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે 2000 રૂપિયાની નોટ વિશે પણ પૂછ્યું. તેમણે જવાબ માંગ્યો હતો કે, 2000 રૂપિયાની કેટલી નોટો બહાર પાડવામાં આવી હતી અને પાછા ખેંચતા સમયે કેટલી નોટો બજારમાં ફરતી હતી? આ સિવાય હજુ પણ કેટલી નોટો ચલણમાં આવવાની બાકી છે?
તેમના પ્રશ્નના જવાબમાં પંકજ ચૌધરીએ કહ્યું કે, નવેમ્બર 2016માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ની કલમ 24(1) હેઠળ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટ રજૂ કરી હતી. તેમણે કહ્યું, '31 માર્ચ, 2017 સુધીમાં, 2000 રૂપિયાના કુલ 32,850 લાખની સંખ્યામાં હતા, જેની સંખ્યા 31 માર્ચ, 2018 સુધીમાં વધીને 33,632 લાખ થઈ ગઈ.'
જ્યારે 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે 2000 રૂપિયાની નોટો કુલ 17,793 લાખની સંખ્યામાં હતી. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, 'આમાંથી 17,477 લાખની સંખ્યામાં 15 નવેમ્બર, 2024 સુધીમાં RBIને પરત કરવામાં આવ્યા છે અને 346 લાખની સંખ્યામાં હજુ પણ આવવાની બાકી છે.'
અહીં આપને જણાવી દઈએ કે, સરકારે 2000 રૂપિયાની નોટ બદલવા અને જમા કરાવવા માટે પણ નિયમો બનાવ્યા છે. જેની પાસે 2000 રૂપિયાની નોટ બાકી છે, તેઓ RBIની 19 ઈસ્યુ ઓફિસમાં જઈને તેને જમા કરાવી શકે છે. આ સિવાય નાગરિકો આ ઓફિસોમાં નોટો જમા કરાવવા માટે ઈન્ડિયા પોસ્ટ સેવાઓનો પણ ઉપયોગ કરી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, સરકાર વધુ કિંમતની ચલણી નોટો બહાર પાડી શકે છે. પરંતુ હવે નાણા મંત્રાલયે આવા તમામ અહેવાલોને ફગાવી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp