આ કારણે SVP હોસ્પિટલના 4 ઓપરેશન થિયેટર બંધ કરવામાં આવ્યા

PC: yougtube.com

અમદાવાદમાં 750 કરોડના ખર્ચે તૈયાર થયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ (SVP)નું 7 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને એક દિવસ પછી એટલે કે, 18 જાન્યુઆરીના રોજ હોસ્પિટલને જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

આ એક એવી સરકારી હોસ્પિટલ છે કે, જે 7.5ની તીવ્રતાનો ભૂકંપ અને પ્રતિ કલાક 170 કિલોમીટરની ઝડપે આવતા વાવાઝોડાનો સામનો કરી શકે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં 1500 બેડ અને હેલીપેડની સુવિધા રાખવામાં આવી છે. લોકાર્પણમાં સાત મહિના જેટલા સમયમાં જ આ હોસ્પિટલના બાંધકામ પર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, હોસ્પિટલના લોકાર્પણના માત્રને માત્ર 7 માહીના થયા છે અને હોસ્પિટલના વારસાદના પાણી ટપકવા લાગ્યા છે. ક્યારેક હોસ્પિટલની POPની છત ધરાસાઈ થાય છે, તો ક્યારે દર્દીઓના વોર્ડમાં વરસાદી પાણી ફરી વળે છે.

વરસાદના પાણી હવે ઓપરેશન થિયેટરમાં પણ ભરાવાના કારણે ચાર ઓપરેશન થિયેટર બંધ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં કુલ 32 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે અને હાલમાં તેમાંથી 16 જેટલા કાર્યરત છે અને હવે પાણી ભરાવાના કારણે 4 ઓપરેશન થિયેટરને બંધ કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે, SVP હોસ્પિટલને લઇને તંત્ર દ્વારા જે મોટી મોટી વાતો કરવામાં આવી હતી અને દાવાઓ કરવામાં આવ્યા હતા, તે તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.

તંત્ર દ્વારા SVP હોસ્પિટલના સ્ટ્રક્ચરને અત્યાધુનિક કહેવામાં આવે છે પરંતુ વરસાદની પાણી એક પાઈપલાઈન તૂટી જવાના કારણે ઓપરેશન થિયેટરમાં પાણી ભરાય જાય છે અને સ્ટાફના માણસોને આ પાણી ઉલેછીને બહાર કાઢવાની ફરજ પડે છે. દર્દીઓની દેખરેખ કરતા સ્ટાફને પાણી ઉલેછવાનો વારો આવે છે. હવે જોવાનું એ રહે છે કે, AMCના મેયર કે, કમિશનર દ્વારા SVP હોસ્પિટલનું બાંધકામ જે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. તેના પર કોઈ પગલાં લેવામાં આવે છે કે, નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp