અમદાવાદઃ પાસ થવા આન્સરશીટમાં 500ની નોટો ચોંટાડી, દાવ ઊંધો થયો, વર્ષ સુધી...

PC: twitter.com

પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ શું શું નથી કરતા, કોઈ વિદ્યાર્થી ખુબ મહેનત કરે છે, કોઈ ઓછી મહેનત કરે છે, પણ કેટલાક આળસુ વિદ્યાર્થીઓ એવા હોય છે કે, આખું વર્ષ ભણતા તો હોતા જ નથી પણ પરીક્ષામાં પણ મહેનત કરવી નથી, ને એમ જ પાસ થઇ જવું છે તેના માટે અવનવા પ્રયાસો અજમાવતા હોય છે, એવો જ એક કિસ્સો અમદાવાદથી આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાની ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકીને પોતાને પાસ કરી દેવાની વિનંતી કરી હતી, આવો જાણીએ વિગતવાર...  

એક ચોંકાવનારી ખબર અમદાવાદથી આવી છે, જ્યાં ધોરણ 10ના બે વિદ્યાર્થીઓએ તેમને પરીક્ષામાં પાસ કરી દેવા માટે આન્સરશીટમાં રૂ. 500ની નોટ ચોંટાડી દીધી હતી. કોપી ચેક કરનાર શિક્ષકને લલચાવવા માટે વિદ્યાર્થીઓએ આવું કર્યું હતું. પરંતુ લાંચ આપવાના આ પ્રયાસની વિપરીત અસર થઈ. જેના કારણે આ બે વિદ્યાર્થીઓને આગામી એક વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં નાપાસ કરવામાં આવશે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSHSEB)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા આ બંને વિદ્યાર્થીઓ તેઓ પરીક્ષામાં પાસ થશે તેવી કોઈ આશા નહોતી. 

અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 10મી અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 29 માર્ચ દરમિયાન યોજવામાં આવી હતી. જવાબ પત્રકોના મૂલ્યાંકન દરમિયાન, શિક્ષકોએ ગણિત અને અંગ્રેજીની ઉત્તર પત્રકોમાં આ નોટ ને ચીપકાવવામાં આવી હોવાની જાણ કરી. બોર્ડે પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી હતી. બોર્ડના અધિકારીએ કહ્યું, 'અમે આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. કારણ કે, તે છેતરપિંડીનો કેસ નથી. પરીક્ષા સુધારણા સમિતિ પહેલા વિદ્યાર્થીઓની દલીલો સાંભળશે અને પછી તેમને શું સજા આપવી તે નક્કી કરશે.' 

બોર્ડના અધિકારીએ આ બંને વિદ્યાર્થીઓના આવા કૃત્ય સામે નિરાશા વ્યક્ત કરી છે. બંને વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં રૂ.500ની નોટ ચોંટાડી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ લખ્યું કે, 'કૃપા કરીને મને પાસ કરી દેજો, કારણ કે હું પરીક્ષાની તૈયારી કરી શક્યો ન હતો.' અધિકારીએ કહ્યું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેટલીકવાર પરીક્ષાઓ દરમિયાન ઉત્તરવહીઓમાં નોટ્સ પેસ્ટ કરે છે. પરંતુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ કરવું તદ્દન નિરાશાજનક છે. અધિકારીએ કહ્યું કે, આવો જ એક મામલો 2022માં સામે આવ્યો હતો. જ્યાં મધ્ય ગુજરાતના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રની ઉત્તરવહીમાં રૂ. 500ની નોટો ચોંટાડી હતી. ત્યાર પછી તેને નાપાસ કરવાની સાથે એક વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp