અમદાવાદમાં પોલીસના ઘરમાંથી ચોરાયા ત્રણ મોબાઈલ, કોન્સ્ટેબલે કરી ફરિયાદ

PC: freebie.com

રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમા સતત વધારો થઈ રહ્યો છે. અવાર નવાર ચોરી અને લૂંટ જેવા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ પ્રકારનો વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં એક પોલીસ કોન્સટેબલના ઘરમાંથી ચોરીની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં કોન્સટેબલની ભૂલ માત્ર એટલી હતી કે, તે ફરજ પતાવીને જ્યારે ઘરે ગયો ત્યારે તે સૂતા સમયે ઘરનો દરવાજો બંધ કરતાં ભૂલી ગયો હતો અને કોન્સટેબલની આ ભૂલના કારણે તેના ઘરમાંથી ત્રણેય મિત્રોના મોબાઇલની ચોરી થઈ જવા પામી હતી.

રિપોર્ટ અનુસાર અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં વિક્રમ પરમાર નામનો વ્યક્તિ કોન્સટેબલ તરીકે ફરજ બજાવે છે. વિક્રમ પરમાર સ્વપ્ના એપાર્ટમેન્ટમાં રહે છે. કોન્સટેબલ વિક્રમ પરમારે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિક્રમ પરમારની મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

વિક્રમ પરમારે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, તે તેના બે મિત્રોની સાથે એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહે છે. તેના મિત્રના નામ કમલેશ અને મયુર જાદવ છે. વિક્રમ પરમારે વધુમાં જણાવ્યુ હતું કે, તે પોતાની ફરજ પૂર્ણ કરીને સવારે 7 વાગ્યા આસપાસ ઘરે આવ્યો હતો, તેનાથી ભૂલમાં ફ્લેટનો દરવાજો થોડો ખુલ્લો રહી ગયો હતો. ત્યાબાદ તે ઘરમાં પોતાનો મોબાઈલ ચર્જિંગ પર મૂકીને તે સૂઈ ગયો હતો. ત્યારબાદ થોડા સમય પછી જ્યારે મોબાઈલની શોધખોળ કરી ત્યારે એક પણ મોબાઈલ મળી આવ્યો હતો. વિક્રમને તેનો મોબાઈલ ન મળતા તેને મિત્ર કમલેશ અને મયુરને પણ પોતાના મોબાઈલ વિષે પૂછપરછ કરી હતી.

ત્યારબાદ જાણવા મળ્યું હતું કે, પોલીસ કોન્સટેબલના ફ્લેટમાંથી જ ત્રણ મોબાઈલની ચોરી થઈ ગઈ છે. આ જ કારણે કોન્સટેબલ વિક્રમે વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ કરવા માટે પહોંચ્યો હતો. પોલીસકર્મીઓ દ્વારા કોન્સટેબલની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કોન્સટેબલને શંકા છે કે, તેનાથી ભૂલમાં ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હોવાના કારણે અજાણ્યો ઈસમ ઘરમાં ઘૂસી ગયો હશે અને તે મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ ગયો હશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp