વડોદરાઃ લગ્નના 8 વર્ષ પછી પત્નીને જાણ થઇ કે, તેનો પતિ પહેલા મહિલા હતો, પછી...

PC: indiatoday.in

ગુજરાતના વડોદરાથી એક અજીબો-ગરીબ મામલો સામે આવ્યો છે. વાત એવી છે કે, અંદાજે 8 વર્ષ બાદ અહીં એક મહિલાને જાણ થઇ કે, તેનો પતિ પુરુષ નથી, પણ એક મહિલા હતી. તેને સર્જરી કરીને પોતાનું લિંગ ચેન્જ કરાવ્યું હતું.

એક સમાચાર પત્રમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર, વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ વિશે FIR નોંધવામાં આવી છે. શીતલ નામની મહિલાએ FIR નોંધાવી છે. મહિલાએ પોતાના પતિ વિજય વર્ધન પર આરોપ લગાવ્યો છે કે, તે તેની સાથે અનનેચરલ સેક્સ કરતો હતો. મહિલાએ વિજય વર્ધન પર ચીટિંગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. વિજય વર્ધન પહેલા છોકરી હતો અને તેનું નામ વિજયતા હતું.

શીતલે પોલીસને જણાવ્યું કે, 9 વર્ષ પહેલા એક મેટ્રોમોનિયલ વેબસાઈટના માધ્યમથી તેની વિજય વર્ધન સાથે મુલાકાત થઇ હતી. શીતલના પહેલા પતિનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થઇ ગયું હતું. પહેલા પતિના મૃત્યુ સમયે તેની 14 વર્ષની એક દીકરી હતી.

થોડા સમય ડેટ કર્યા પછી શીતલ અને વિજય વર્ધને 2014મા લગ્ન કરી લીધા, આ લગ્નમાં પરિવારના સભ્યો પણ શામેલ થયા હતા. લગ્ન પછી તે બંને કાશ્મીર હનીમૂન મનાવવા માટે પણ ગયા હતા. શીતલે જણાવ્યું કે, તેનો પતિ લગ્ન જીવનની વસ્તુઓ કરતો ન હતો. તે તેનાથી દૂર ભાગવાના કારણો શોધતો રહ્યો, જ્યારે તે દબાણ બનાવવા લાગી તો તેણે કારણ આપ્યું કે, કેટલાક વર્ષો પહેલા જ્યારે તે રશિયામાં હતો, ત્યારે તેનો એક્સીડન્ટ થયો હતો. તે એક્સીડન્ટના કારણે તે શારીરિક સંબંધ બનાવવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો છે. ત્યાર બાદ તેણે મહિલાને આશ્વાસન આપ્યું કે, એક નાનકડી સર્જરી કર્યા પછી, તે પૂરી રીતે સ્વસ્થ થઇ જશે.

આ વિશે એક વેબસાઈટના રિપોર્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2020મા તેણે જણાવ્યું કે, એ ઓબેસિટીની સર્જરી કરવા ઈચ્છે છે, તેના થોડા દિવસો પછી, જ્યારે તે બહાર હતો, ત્યારે તેણે મહિલાને જણાવ્યું કે, તેણે લિંગ ચેન્જ કરવાની સર્જરી કરાવી હતી.    

આ દરમિયાન પત્ની સાથે અનનેચરલ સેક્સ કરવાનું શરૂ કરી દીધું. આની સાથે જ તેણે ધમકી આપી કે, જો મહિલાએ આ વિશે કોઈને કંઈ પણ કહ્યું તો, ગંભીર પરિણામ સહન કરવા પડશે. ગોત્રી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરે જણાવ્યું કે, આરોપી દિલ્હીમાં રહેતો હતો, તેણે વડોદરા લાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp