નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શું કરવાની ખાલિસ્તાની પન્નુએ ધમકી આપી કે FIR નોંધાઈ ગઈ

PC: indiatimes.com

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂ વિરુદ્ધ અમદાવાદ સાઇબર સેલમાં FIR નોંધાઈ છે. ગુરપતવંત પન્નૂએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચમાં ગરબડી ફેલાવવાની ધમકી આપી હતી. પન્નૂએ પ્રી-રેકોર્ડ મેસેજ મોકલીને ધમકી આપી હતી. આ ધમકી ભરેલા વીડિયોમાં પન્નૂએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમે શહીદ નિજ્જરની હત્યા માટે જવાબદાર છો અને સિખ ફોર જસ્ટિસ (SFJ) આ હત્યાનો બદલો લેશે. ગુરપતવંત સિંહ પન્નૂએ કહ્યું હતું કે 6 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં થનારા વર્લ્ડ કપની મેચ અમારો ટારગેટ હશે.

પન્નૂએ ધમકી ભરેલા મેસેજમાં ભારત અને પાકિસ્તાનની મેચને નિશાનો બનાવવાની વાત કહી હતી. અમદાવાદ પોલીસની સાઇબર સેલે ગુરપતવંત પન્નૂએ FIRમાં IPCની કલમ 121, 153(A), 153 B(1)(C), 505(1)b સાથે IT એક્ટની કલમોમાં કેસ નોંધ્યો છે. પન્નૂને ભારત સરકાર આતંકવાદી જાહેર કરી ચૂકી છે. આ અગાઉ NIAએ ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની સંપત્તિ જપ્ત કરી હતી. કેનેડામાં રહેનારા હિન્દુઓને ખુલ્લેઆમ દેશ છોડવાની ધમકી આપ્યા બાદ NIAએ આ કાર્યવાહી કરી હતી.

અમદાવાદ પોલીસની સાઇબર સેલમાં ACP જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે, ખાલિસ્તાની આતંકી અને સિખ ફોર જસ્ટિસ (SFJ)ના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નૂ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેણે ICC વર્લ્ડ કપ, ખાસ કરીને ટૂર્નામેન્ટના ઉદ્વઘાટન સમારોહને બાધિત કરવાની ધમકી આપી હતી. આ સમારોહ 5 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, પન્નૂ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તે આતંક ફેલાવવા માટે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવી રહ્યો છે. જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે, તેણે ઘણા પ્રમુખ વ્યક્તિઓને ફોન કર્યો છે અને તેમને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે.

તે દેશની એકતા અને અખંડતાને જોખમ પહોંચાડી રહ્યો છે અને તેને ધ્યાનમાં લેતા અમે તેની વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ, ઘણા લોકોને UK ફોન નંબર +44 74183 43648થી કોલ આવ્યો, જેમાં આતંકવાદી દ્વારા અગાઉથી રેકોર્ડ કરવામાં આવેલો ઓડિયો મેસેજ ચલાવવામાં આવ્યો. પન્નૂ દ્વારા ધમકી ભરેલો કોલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેનેડામાં રહેનારો પન્નૂ ભારતમાં પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટિસનો પ્રમુખ છે. તેને વર્ષ 2020માં વોન્ટેડ આતંકવાદીના રૂપમાં નામિત કરવામાં આવ્યો હતો. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તે આ સમયે અમેરિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp