અંબાલાલ પટેલની આગાહી, હવે આ વિસ્તારમાં ભારે વરસાદ પડશે

PC: khabarchhe.com

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે હવે ઉત્તર મધ્ય ગુજરાતની ચિંતા વધારી દીધી છે. પટેલે આગાહી કરતા કહ્યું છે કે હવે સૌરાષ્ટ્રમાં નહી, પરંતુ 24 જુલાઇ સુધી ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. વડોદરા, આણંદ,નડીયાદ, પંચમહાલ, કપડવંજ, જંબુસર, મહીસાગરમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે જુનાગઢ અને મહીસાગરમાં પણ ભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડવાને કારણે નર્મદા અને તાપી નદીનું જળસ્તર વધશે. ધીમે ધીમે હવે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે.

હવામાન વિભાગે 21 જુલાઇ માટે દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ માટે રેડ એલર્ટ જારી કરેલું છે. જ્યારે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત માટે ઓરેન્જ એલર્ટ અને કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મહિસાગર અને અરવલ્લીમાં યલો એલર્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp